નવી દિલ્હી: સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Health Ministry) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો ત્રીજી લહેરના (Corona Third Wave) અણસાર જોવા મળી રહ્યા છે. આજે જે આંકડા સામે આવ્યા છે, તેમાં 45 હજારથી વધુ નવા કેસ અને 4 લાખ જેટલા એક્ટિવ કેસ (Corona Active Case) સામેલ છે. ત્યારે કોરોના વાયરસ (Coronavirus) ફરી એકવાર સરકાર સાથે સામાન્ય નાગરિકની પણ ચિંતામાં વધારો કરશે. જો કે, રાહતની વાત એ છે કે, દેશમાં રસીકરણની (India Vaccination) ગતિ ઘણી સારી છે. દરરોજ લગભગ એક કરોડ લોકોને રસીના ડોઝ (Vaccine Dose) આરવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રાલય (Health Ministry) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 45,352 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યારે દેશમાં 3,99,778 એક્ટિવ કેસ છે, જે કુલ કેસોના 1.22 ટકા છે. રિકવરી રેટથી રાહત અનુભવિ શકાય છે. 100 માંથી 97 જેટલા દર્દીઓ સાજા થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 34,791 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં 3,20,63,616 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અથવા તો તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.


આ પણ વાંચો:- ઓળખ બદલી સારવાર માટે સરકારી હોસ્પિટલ પહોંચ્યા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, જાણો કેમ


કોરોના સંક્રમણની વધતી ચિંતા વચ્ચે રસીકરણની ઝડપ પણ પ્રશંસનીય છે. દેશમાં અત્યાર સુધીમાં 67.09 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 52.65 કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


કેરળમાં કોવિડ-19 ના 32,097 નવા કેસ, 188 દર્દીઓના મોત
કેરળમાં ગુરુવારે કોવિડ-19 ના 32,097 નવા કેસો આવવાથી કોરોના વાયરસના સંક્રમણની કુલ સંખ્યા વધીને 41,22,133 થઈ ગઈ છે. જ્યારે 188 વધુ દર્દીઓના મોત બાદ મૃત્યુઆંક 21,149 પર પહોંચી ગયો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે એક પ્રકાશનમાં આ માહિતી આપી હતી. કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19 માટે 1,74,307 સેમ્પલના ટેસ્ટિંગ સાથે સંક્રમણ દર 18.41 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19 માટે 3,19,01,842 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- પેરાલિમ્પિકમાં ખેલાડીઓનું રેકોર્ડતોડ પ્રદર્શન, હાઈ જમ્પમાં પ્રવીણે જીત્યો સિલ્વર મેડલ


કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19 ના 21,634 દર્દીઓ પણ સંક્રમણ મુક્ત થયા, જેના કારણે રાજ્યમાં આ જીવલેણ વાયરસના સંક્રમણને હરાવનારા લોકોની સંખ્યા વધીને 38,60,248 થઈ ગઈ છે. રાજ્યમાં કોવિડ-19 ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 2,40,186 થઈ ગઈ છે. હાલમાં વિવિધ જિલ્લાઓમાં 5,68,087 લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાંથી 33,282 લોકો હોસ્પિટલમાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube