મુંબઇ: કોરોના વાયરસની (Coronavirus) પ્રથમ અને બીજી લહેરે મહારાષ્ટ્રને (Maharashtra) સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે બીજી લહેર ટોચ પર છે ત્યારે નિષ્ણાંતોએ ત્રીજી લહેરના આગમનની આગાહી કરી છે. એવું પણ કહેવામાં આવે છે કે, ત્રીજી લહેર બાળકો (kids) પર વધુ અસર કરી શકે છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સની (Pediatric Task Force) રચના કરી છે. જણાવી દઇએ કે તેના એક દિવસ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બાળરોગના તબીબો સાથે પણ ચર્ચા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલ્યાણ ડોંબિવલીમાં બની રહ્યું છે ચિલ્ડ્રન વોર્ડ
કોરોનાની પ્રથમ લહેરમાં કલ્યાણ ડોંબિવલી મહાનગરપાલિકા ક્ષેત્રમાં 5,268 બાળકો સંક્રમિત થયા હતા. કોરોનાની હાજરીમાં બીજી લહેરમાં માત્ર 3 મહિનામાં અંદર 2,183 બાળકો સંક્રમિત થયા છે. ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોની ત્રીજી લહેર બાળકો પર સૌથી વધારે અસર કરી શકે છે. તેને ધ્યાનમાં લઈ કલ્યાણ ડોંબિવલી મહાનગરપાલિકાએ અત્યારથી તૈયારી કરી લીધી છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે ડોંબિવલીમાં 50 બેડ્સની તમામ સુવિધાઓ યુક્ત સ્પેશિયલ ચિલ્ડ્રન વોર્ડ બનાવવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો:- વેક્સીનને Import કરવાનો રસ્તો સાફ, નવી ગાઈડલાઈનથી Vaccination ને મળશે વેગ


કલ્યાણ ડોંબિલવી મહાનગરપાલિકાના આયુક્ત ડોક્ટર વિજય સૂર્યવંશીએ કહ્યું છે કે, અમે નવી કોવિડ હોસ્પિટલ બનાવી રહ્યા છીએ. જેમાં 50 બેડ્સનો પીડિયાટ્રિક વોર્ડ હશે. આ વાર્ડમાં કોરોના સંક્રમિત બાળકોની સારવાર કરવામાં આવશે.


સ્વાસ્થ્ય વિભાગ એકઠા કરે છે ડેટા
આ સાથે કલ્યાણ ડોંબિવલી મહાનગર વિસ્તારના તબીબી સંસાધનો વિશે પણ સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ અંતર્ગત આરોગ્ય વિભાગ મેટ્રોપોલિટન વિસ્તારમાં તમામ સુવિધાઓવાળા બાળકોની કેટલી હોસ્પિટલો છે તે શોધી રહ્યું છે. ત્યાં કેટલા બાળકોની સારવાર કરી શકાય છે. આ સિવાય, નવજાત શિશુઓની સારવાર માટેની કોઈ સિસ્ટમ છે કે નહીં. જેથી ત્રીજી તરંગ આવે ત્યારે ચેપગ્રસ્ત બાળકોની સારવાર પ્રણાલીમાં કોઈ કમી ન રહે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું છે કે, 'મહારાષ્ટ્ર સરકારે ત્રીજી તરંગ માટે પેડિયાટ્રિક ટાસ્ક ફોર્સની રચના કરી છે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube