મુંબઈઃ મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના સંબોધિત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, રાજ્યમાં સોમવારે રાત્રે 8 કલાકથી નવા નિયમો લાગૂ કરવામાં આવશે. રાજ્યમાં કાલથી બ્રેક ટૂ ચેન મુવમેન્ટ શરૂ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ઠાકરેએ જાહેરાત કરી કે રાજ્યમાં કાલે રાત્રે 8 કલાકથી કડક નિયમ લાગૂ થશે. કાલથી ચેન ધ બ્રેક અભિયાન સરૂ થશે. મહારાષ્ટ્રમાં જરૂરી સેવાઓને છોડી બધા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઠાકરેએ કહ્યુ કે, આગામી 15 દિવસ માત્ર જરૂરી સેવાઓ શરૂ રહેશે. જરૂર ન હોય તો લોકો બહાર નિકળવાનું બંધ કરે. રાજ્યભરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. લોકલ અને અન્ય બસો ચાલતી રહેશે. ટેક્સી સેવાઓ પણ ચાલુ રહેશે. બેન્ક કામકાજને પણ છૂટ આપવામાં આવી છે. 

મહારાષ્ટ્રમાં લાગૂ કરાયેલા નવા નિયમ
રાજ્યભરમાં કલમ 144 લાગૂ
રાજ્યમાં અવર-જવર પર પ્રતિબંધ
રાજ્યમાં જરૂરીયાત સેવાની તમામ સેવાઓની ઓફિસો બંધ રહેશે
રાજ્યમાં આગામી 15 દિવસ માટે સંચારબંધી લાગૂ


લૉકડાઉનની આશંકાએ દુકાનો પર જોવા મળી ભીડ
મુખ્યમંત્રીના સંબોધનની જાણકારી સોશિયલ મીડિયા પર ફેલાયા બાદ મુંબઈમાં શાકની દુકાન અને જનરલ સ્ટોર પર મોટા પાયે સામાનોનું વેચાણ થઈ રહ્યું છે. સાંજે 5 કલાક બાદ લૉકડાઉનની આશંકાને ધ્યાનમાં રાખતા લોકો જરૂરી સામાનની ખરીદી કરવા પહોંચી ગયા હતા. રસ્તાઓ પર મોટી સંખ્યામાં પોલીસ પણ હાજર હતી. 


બોર્ડની પરીક્ષા પણ સ્થગિત
કોરોનાના વધતા કેસને જોતા મહારાષ્ટ્રમાં 10મા અને 12ની પરીક્ષા સોમવારે ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આજે કહ્યુ કે, ધોરણ 12ની પરીક્ષા મેના અંત સુધી અને ધોરણ 10ની પરીક્ષાનું આયોજન જૂનમાં થશે. તેમણે કહ્યું કે, અમે CBSE, ICSE અને IB ને વિનંતી કરીશું કે તે પરીક્ષાની તારીખો પર ફરી વિચાર કરે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube