નવી દિલ્હી: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ યથાવત છે. જોકે હવે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 8,603 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 415 લોકોના મોત થયા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજી સ્થિતિ શું છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી 4 લાખ 70 હજાર 530 મોત
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 99,974 છે. તો બીજી તરફ આ મહામારીથી જીવ ગુમાવનારની સંખ્યા વધીને 4 લાખ 70 હજાર 530 થઇ ગઇ છે. આંકડા અનુસાર અત્યાર સુધી 3 કરોડ 40 લાખ 53 હજાર 856 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. 


અત્યાર સુધી 126 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 126 કરોડથી વધુ લોકો કોરોનાની વેક્સીન લીધી છે. ગઇકાલે 73 લાખ 63 હજાર 706 ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારબાદથી અત્યાર સુધી વેક્સીનના 126 કરોડ 53 લાખ 44 હજાર 975 ડોઝ આપવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube