Covid-19: દિલ્હીમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ, હવે હોસ્પિટલોની સાથે હોટલમાં પણ થશે સારવાર
રાજધાની દિલ્હીમાં પણ કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. હોસ્પિટલોમાં બેડની કમી ન થાય તે માટે દિલ્હી સરકાર સતત પ્રયાસ કરી રહી છે. હવે દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે 23 હોટલોને પણ કોરોના હોસ્પિટલ સાથે જોડવામાં આવશે.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં કોરોના વાયરસના કેસ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યાં છે. બુધવારે દિલ્હીમાં કોરોના વાયરસથી 17282 લોકો સંક્રમિત થયા છે તો 104 લોકોના મૃત્યુ થયા છે. દેશની રાજધાનીમાં વધતા કોરોના વાયરસના કેસે કેજરીવાલ સરકારની ચિંતા વધારી દીધી છે.
કોરોના દર્દીઓને સારી અને તત્કાલ સારવાર આપવા માટે અનેક હોસ્પિટલોની સાથે બેન્કેટ હોલ તથા હોટલોને જોડવામાં આવી છે, જેથી બેડની સંખ્યા વધારી શકાય અને કોરોના દર્દીઓને દાખલ થવામાં કોઈ મુશ્કેલી ન પડે. ઓછા લક્ષણોવાળા દર્દીઓનો બેન્કેટ હોલમાં અને ગંભીર દર્દીઓની હોસ્પિટલોમાં સારવાર થશે. 23 હોસ્પિટલોનો હોટલ અને બેન્કેટ હોલ સાથે જોડવામાં આવી છે.
દિલ્હીમાં આઈસીયૂ બેડની અછત
દિલ્હીમાં વેન્ટિલેટર સહિત કોવિડ-19 આઈસીયૂ બેડની સુવિધાવાળી 94માંથી 69 હોસ્પિટલોના તમામ બેડ ભરાઈ ગયા છે અને માત્ર 79 બેડ ખાલી છે. એક સત્તાવાર એપમાં આપવામાં આવેલા આંકડામાં આ જાણકારી સામે આવી છે. દિલ્હીમાં કોરોના એપ અનુસાર 110 હોસ્પિટલોમાંથી 75 વેન્ટિલેટર વગરની તમામ આઈસીયૂ બેડ ભરેલા છે.
આ પણ વાંચોઃ Corona: હવે આ રાજ્યના બધા શહેરોમાં 12 કલાકનું કર્ફ્યૂ, બોર્ડની પરીક્ષા સ્થગિત
વેન્ટિલેટર વાળા 1177 કોવિડ આઈસીયૂ બેડમાંથી માત્ર 79 ખાલી હતી જ્યારે વેન્ટિલેટર વગરના 2130 કોવિડ આઈસીયૂ બેડમાંથી 348 ખાલી હતા. મહામારીની ચોથી લહેરનો સામનો કરી રહેલી રાજધાનીમાં મંગળવારે સંક્રમણના 13468 નવા કેસ આવ્યા અને 81 લોકોના મૃત્યુ થયા હતા.
આ રીતે વધ્યા આંકડા
મંગળવારે સંક્રમણ દર પાછલા દિવસની 12.44 ટકાથી વધીને 13.14 ટકા થઈ ગયો હતો. બુલેટિન અનુસાર એક દિવસ પહેલા 1,08,534 કોવિડ-19 તપાસ થઈ હતી. શહેરમાં કોરોનાના કુલ કેસ વધી 7,67,438 થઈ ગયા છે. તેમાંથી 7.05 લાખ દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. શહેરમાં 50 હજારથી વધુ એક્ટિવ કેસ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube