નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ મહામારીના કેસ છેલ્લા 48 કલાકની સરખામણીએ આજે ઘણા ઓછા થયેલા જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે આ અગાઉ રવિવારે 1 લાખ 7 હજાર 474 નવા કેસ નોંધાયા હતા. દેશમાં પોઝિટિવિટી રેટ 7.25% છે. જાણો કોરોનાની લેટેસ્ટ સ્થિતિ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા સમય પછી કોરોનાના એક લાખથી ઓછા નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા રાહત આપનારા છે. કારણ કે ઘણા દિવસ પછી દેશમાં એક લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 83,876 કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 1,99,054 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ પણ થયા છે. હાલ દેશમાં કોરોનાના 11,08,938 દર્દીઓ સારવાર હેઠળ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube