Corona update India: દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે કોરોના પોતાની પકડ મજબૂત કરી રહ્યો છે. ગત રોજ દિલ્હીમાં 1 હજારથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે અપડેટ કરેલા આંકડા અનુસાર ગત 24 કલાકમાં 2,380 નવા કોરોના કેસ નોંધાયા છે. આ આંકડા સાથે જ દેશભરમાં કોવિડ 19 ના કેસની કુલ સંખ્યા વધીને 4,30,49,974 થઇ ગઇ છે. જ્યારે એક્ટિવ કેસ 13,433 થઇ ગયા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત 24 કલાકમાં 56 કોરોના સંક્રમિતોના થયા મોત
સ્વાસ્થ્ય વિભાગના અપડેટ આંકડા અનુસાર ગત 24 કલાકમાં 56 દર્દીઓના મોત નિપજ્યા છે. મૃતકોમાં કેરલના 53 અને દિલ્હી, મિઝોરમ અને ઓડિશાના એક-એક વ્યક્તિ સામેલ છે. દેશમાં કોરોનાથી અત્યારથી સુધી કુલ મૃતકોની સંખ્યા વધીને  5,22,062 થઇ ગઇ છે. મંત્રાલયે કહ્યું કે એક્ટિવ કેસમાં કુલ સંક્રમણનો દર 0.03 ટકા સામેલ છે. જ્યારે રાષ્ટ્રીય કોવિડ 19 રિકવરી દર 98.76 ટકા છે. 


દૈનિક પોઝિટિવિટી રેટ 0.53 ટકા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રલાયના અનુસાર દૈનિક પોઝિટિવિટી રેટ 0.53 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.43 ટકા નોંધાયો છે. સંક્રમણથી સજા થનારાઓની સંખ્યા વધીને  4,25,14,479 થઇ ગઇ, જ્યારે મૃત્યું દર 1.21 ટકા નોંધાયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતગર્ત દેશ્માં 187.07 કરોડથી વધુ રસીના ડોઝ આપવમાઅ6 આવ્યા છે.  


છેલ્લા 24 કલાકમાં કુલ 4,49,114 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 83.33 કરોડ (83,33,77,052) થી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે. સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં 0.43% છે અને દૈનિક સકારાત્મકતા દર 0.53% હોવાનું નોંધાયું છે.


રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 187.07 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 13,433 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે
સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 1,231 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,14,479 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,380 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.53% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.43% છે
કુલ 83.33 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,49,114 ટેસ્ટ કરાયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube