નવી દિલ્હી: કોરોના (Corona Virus) જે ઝડપથી દેશમાં વકરી રહ્યો છે તે જોતા સ્થિતિ હવે કાબૂ બહાર લાગી રહી છે. કેન્દ્ર સરકાર માટે કોરોનાના કેસોમાં જોવા મળી રહેલો ભયંકર વધારો મોટો પડકાર બન્યો છે. કોરોનાએ આજે તો દેશમાં તમામ રેકોર્ડ તોડ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 1,15,736 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,28,01,785 પર પહોંચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 1,15,736 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,28,01,785 પર પહોંચી છે. જેમાંથી 1,17,92,135 લોકો રિકવર થયા છે. જ્યારે  8,43,473 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ભારત હવે એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ચોથો સૌથી મોટો દેશ બની ગયો છે. એક વિશ્લેષણ મુજબ કોવિડ-19ની બીજી લહેર  પહેલી લહેર કરતા વધુ ઘાતક સાબિત થઈ રહી છે. દેશમાં એક જ દિવસમાં 630 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,66,177 પર પહોંચ્યો છે. આ બધા વચ્ચે હાલ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કુલ 8,70,77,474 લોકોને રસી આપવામાં આવી છે. 


Corona: દેશમાં અચાનક કેમ કૂદકેને ભૂસકે વધવા લાગ્યા કોરોનાના કેસ? આ રહ્યું કારણ


Chhattisgarh Bijapur Naxal Attack: નક્સલીઓના કબજામાં CRPFના રાકેશ્વર, છૂટકારા માટે મોદી સરકાર માનશે આ બે શરત? 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube