Corona Update: એક દિવસમાં સૌથી વધુ લોકોને કોરોના રસી આપવાનો બન્યો રેકોર્ડ, જાણો વિગતો
કોરોના વાયરસ (Coronavirus) ના તાજા આંકડાએ મોટી રાહત આપી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25,166 દર્દીઓ નોંધાયા છે. નવા કેસનો આ આંકડો છેલ્લા 154 દિવસમાં સૌથી ઓછો જોવા મળ્યો છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ના તાજા આંકડાએ મોટી રાહત આપી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25,166 દર્દીઓ નોંધાયા છે. નવા કેસનો આ આંકડો છેલ્લા 154 દિવસમાં સૌથી ઓછો જોવા મળ્યો છે. છેલ્લા 50 દિવસથી સતત 50 હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. એક્ટિવ કેસ ઘટીને 3,69,846 થયા છે. જે 146 દિવસમાં સૌથી ઓછા છે. કોવિડ-19નો રિકવરી દર 97.51 ટકા થયો છે.
કેરળમાં સૌથી વધુ કેસ
જે નવા કેસ નોંધાયા છે તેમાંથી સૌથી વધુ કેસ કેરળના છે જ્યાં 12294 નવા દર્દીઓ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં કુલ 437 લોકોના કોરોનાથી મોત થયા જેમાંથી કેરળમાં 142 દર્દીઓએ દમ તોડ્યો. મહારાષ્ટ્રમાં 100 દર્દીઓના મોત થયા. દેશમાં કોવિડ-19થી મૃત્યુદર લગભગ 1.34 ટકા છે.
સવા 2 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે કહ્યું કે રાજ્યોને અત્યાર સુધીમાં રસીના 56.81 કરોડ ડોઝ અપલબ્ધ કરાવવામાં આવેલા છે. જેમાંથી સવા બે કરોડથી વધુ ડોઝ હજુ પણ રાજ્યો તથા ખાનગી હોસ્પિટલો પાસે ઉપલબ્ધ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube