Corona Update: કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા
ત્રીજી લહેરની આહટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસ (Coronavirus) ના નવા 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 354 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે પણ 25,072 જેટલા નવા કેસ નોંધાયા હતા.
નવી દિલ્હી: ત્રીજી લહેરની આહટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસ (Coronavirus) ના નવા 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 354 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે પણ 25,072 જેટલા નવા કેસ નોંધાયા હતા.
એક દિવસમાં આટલા નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25,467 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,24,74,773 પર પહોંચી ગયો છે. એક દિવસમાં જો કે 39,486 લોકો રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,17,20,112 પર પહોંચી છે.
24 કલાકમાં 354 લોકોના મૃત્યુ
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 354 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે કોરોનાના કારણે 389 લોકોના મૃત્યુ નોંધાયા હતા. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,35,110 પર પહોંચી ગયો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube