Corona Update: કોરોનાના વધતા કેસ બન્યા માથાનો દુ:ખાવો, આ રાજ્યની સ્થિતિ ખુબ ચિંતાજનક
દેશભરમાંથી આજે પણ 40 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જે ચિંતાજનક સ્થિતિ કહી શકાય.
નવી દિલ્હી: દેશભરમાંથી આજે પણ 40 હજારથી વધુ કોરોના (Coronavirus) ના નવા કેસ નોંધાયા છે. જે ચિંતાજનક સ્થિતિ કહી શકાય. તેમાં પણ દક્ષિણી રાજ્ય કેરળમાં તો પરિસ્થિતિ અત્યંત વિકટ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં જ્યાં સ્થિતિ કાબૂમાં જોવા મળી રહી છે ત્યાં કેરળમાં છેલ્લા 2 દિવસથી કોરોનાના દૈનિક કેસ 22 હજારથી ઉપર નોંધાઈ રહ્યા છે. જે દેશભરના દૈનિક કેસના 50 ટકાથી વધુ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 43,509 કેસ નોંધાયા છે. જેમાંથી એકલા કેરળમાં જ એક દિવસમાં 22056 કેસ નોંધાયા છે એટલે કે કુલ કેસના 50 ટકાથી વધુ કેસ આ એક રાજ્યમાં નોંધાયા છે. કેરળનો સંક્રમણ દર હાલ 11.2 ટકા છે. કેરળમાં એક દિવસમાં 131 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
India-China Dispute: ચીન સાથે પૂર્વ મોરચે ભારતે ઉઠાવ્યું મોટું પગલું, રાફેલ ફાઈટર વિમાન તૈનાત કર્યા
રિકવરી રેટ 97.38% થયો
દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.38% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને 38,465 દર્દીઓએ માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં 4,03,840 દર્દીઓ સારવાર હેઠળ છે.
દેશના Mysterious Temples, જ્યાં ઘટે છે અવિશ્વસનીય ઘટનાઓ, ગુજરાતનું આ મંદિર પણ છે જાણીતુ
જુલાઈમાં કેરળમા વધ્યા કેસ
કેરળમાં જુલાઈ મહિનામાં કોવિડ-19ના કેસમાં ઝડપથી વધારો થયો છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં કેરળમાં સરેરાશ નવા કેસ ઘટીને 11 હજાર સુધી પહોંચી ગયા હતા પરંતુ ત્યારબાદ અહીં નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે દેશભરમાં મે મહિનામાં બીજી લહેરનો પીક વીત્યા બાદથી જ કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે પણ હવે અહીં કોરોનાના કેસ વધી રહ્યા છે. કેરળમાં આ અગાઉ મંગળવારે પણ 22 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં મંગળવારે કોરોનાના 22129 નવા દર્દીઓ જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube