નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ શમી રહ્યો છે. પરંતુ આમ છતાં કોરોનાના નવા કેસ અને મૃત્યુના આંકડામાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 1200થી વધુ લોકોના મોત થયા છે. ગઈ કાલે બહાર પડેલા આંકડા મુજબ એક દિવસમાં નવા 48,698 કેસ નોંધાયા હતા જ્યારે 1183 લોકોના કોરોનાથી મોત થયા હતા. 


પાછા વધ્યા નવા કેસ 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 50,040 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના કેસનો આંકડો હવે 3,02,33,183 પર પહોંચી ગયો છે. જેમાંથી 5,86,403 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 57,944 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,92,51,029 થઈ છે. દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ 96.75% થયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube