Corona Latest Update: ભારતમાં કોરોનાનો પ્રકોપ ફરી શરૂ થઈ ગયેલો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 7,584 દર્દીઓ નોંધાયા છે. મોતનો આંકડો પણ વધ્યો છે. એક દિવસમાં 24 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના નવા 7,584 કેસ નોંધાયા છે. ગઈ કાલે 7,240 દર્દીઓ નોંધાયા હતા. એક્ટિવ કેસમાં પણ 0.08 ટકાનો વધારો થયો છે. હાલ દેશમાં 36,267 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાથી રિકવરી રેટ 98.70 ટકા છે. 


કોરોનાથી એક દિવસમાં 24 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. મૃતકોની સંખ્યા વધીને હવે 5,24,747 થઈ ગઈ છે. સંક્રમણની વાત કરીએ તો તેનો ડેઈલી પોઝિટિવિટી રેટ 2.26 ટકા છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 1.50 ટકા નોંધાયો છે. આ બીમારીથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 4,26,44,092 છે. કોરોનાથી મૃત્યુદર હાલ 1.21 ટકા છે. 


કોરોનાને માત આપવા માટે રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં 194.76 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. 


ગુજરાતની વાત કરીએ તો અહીં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 117 નવા કેસ નોંધાયા છે. જ્યારે 45 લોકો રિકવર થયા છે. સૌથી વધુ કેસ 64 અમદાવાદમાં અને ત્યારબાદ 22 વડોદરામાં નોંધાયા છે. સુરતમાં નવા 10 કેસ અને રાજકોટમાં 3 નોંધાયા છે. રાહતની વાત એ છે કે સતત બીજા દિવસે કોરોનાથી કોઈ મૃત્યુ નોંધાયું નથી. 


Rajya Sabha Elections: મહારાષ્ટ્રમાં ભાજપને હરાવવા માટે ઓવૈસીની પાર્ટી AIMIM એ ફેંક્યું આ પાસું


Rajya Sabha Election 2022: રાજ્યસભાની 16 બેઠકો માટે આજે મતદાન, રાષ્ટ્રપતિ ચૂંટણી પર પડશે અસર


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube