નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) ના કેસમાં બુલેટ ગતિથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 90 હજારથી વધુ કેસ નોંધાયા છે. ગઈ કાલે નવા 58,097 કેસ નોંધાયા હતા. હાલ ડેઈલી પોઝિટિવિટી રેટ 6.43% એ પહોંચ્યો છે. કોરોનાને કાબૂમાં કરવા માટે રસીકરણ પણ પૂરપાટ ઝડપે થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 148.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 


કોરોનાના નવા 90 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 90,928 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 3,51,09,286 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં 325 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,82,876 થઈ ગયો છે. હાલ દેશમાં 2,85,401 દર્દીઓ સારવાર હેઠળ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube