નવી દિલ્હીઃ ફરી એકવાર કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ચીનમાં ફરી એકવાર કોરોનાને કારણે હાહાકાર મચ્યો છે. ત્યારે ચીનથી આ કોરોનાનો વાયરલ હવે ભારતમાં અને દેશના વિવિધ રાજ્યોમાં પહોંચી રહ્યો છે. જેથી સરકાર દ્વારા સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે સરકારે બુસ્ટર ડોઝ આપવાની પણ શરૂઆત કરી દીધી છે. જે પ્રકારે ચીનમાં કોરોનાનો નવો વેરિયન્ટ તબાહી મચાવી રહ્યો છે એ જોતા ભારત સરકાર પહેલાંથી જ અલર્ટ થઈ ગઈ છે. કોરોનાના નવા વેરિઅન્ટ BF.7 સામે લડવા માટે હવે નાક દ્વારા વેક્સીન આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, ભારત બાયોટેકની નેઝલ વેક્સીન iNCOVACC (Incovac) કોવિન એપ સાથે લિંક કરવામાં આવી છે. જો કે, તેની કિંમત અને ઉપલબ્ધતા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. કોરોના રોગચાળા સામે લડવા માટે હવે દેશમાં ઘણી રસીઓ ઉપલબ્ધ છે, જે ઘણી અસરકારક છે.


હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીની ઇન્ટ્રાનેઝલ એન્ટી-કોવિડ-19 રસી iNCOVACC શનિવારે સાંજે CoWin એપ સાથે લિંક થઈ. જો કે તેની કિંમત અંગે હજુ સુધી માહિતી શેર કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અંગે આગામી સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.


કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોવિડ -19 રસીકરણ અભિયાનમાં iNCOVACC ના સમાવેશને મંજૂરી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે શરૂઆતમાં આ રસી ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે અને તેને CoWin એપમાં ઉમેરવામાં આવશે.


ભારત બાયોટેકે આ નેઝલ વેક્સીનને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સાથે મળીને તૈયાર કરી છે. ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ક્રિષ્ના ઈલાના જણાવ્યા અનુસાર, ‘Incovac’ કોવિડ સામે અસરકારક છે. તે કોવિડ-19 સામે મ્યુકોસેલ રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. ડૉ. ઈલાએ જણાવ્યું કે આ રસી દ્વારા અમે એવી કોવિડ રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે, જે અમેરિકામાં પણ નથી. આ અનુનાસિક રસી IgA મ્યુકોસલ રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે.