જયેશ જોશી, અમદાવાદઃ ભારતમાં હાલમાં દરરોજ લાખો લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. રસી આપવા માટે સિરીંઝનો ઉપયોગ જરૂરી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલી મોટી માત્રામાં સિરીંઝ બનાવવાનો ઓર્ડર કઈ કંપનીને મળ્યો છે અને તે સપ્લાયને કેવી રીતે પૂરી કરી રહી છે. ભારત સરકાર તરફથી સિરીંઝ બનાવવાનું કામ હિંદુસ્તાન સિરીંઝેજ એન્ડ મેડિકલ ડિવાઈસીસ લિમિટેડ (HMD) ને મળ્યો છે. ભારતની આ કંપની દુનિયામાં સિરીંઝ ઉત્પાદનમાં મોટું નામ ધરાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવા પ્રકારની સિરીંઝ બનાવે છે કંપની:
HMD કંપનીને ભારત સરકાર તરફથી લગભગ 27 કરોડ સિરીંઝ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર ઓટો ડિસેબલ સિરીંઝ માટે આપવામાં આવ્યો છે. આ કંપની કોઝક સેલિંઝ નામની ઓટો ડિસેબલ સિરીંઝ બનાવે છે. જે અલગ-અલગ સાઈઝમાં વેચવામાં આવે છે. કંપની રસીકરણ માટે 0.1 ML, 0.3 ML, 0.5 ML અને 1 MLની સોય બનાવે છે. જ્યારે જનરલ યૂઝ માટે 2,3,5,10 અને 20 MLની સિરીંઝ બનાવે છે.


કેટલી સોયનો ઓર્ડર મળ્યો:
HMDને સરકાર તરફથી ચોથી વાર ઓર્ડર મળ્યો છે. જે 55 કરોડ રૂપિયાની આસપાસનો છે. આ પહેલાં ત્રણ ઓર્ડર 0.5 MLની લગભગ 17.5 કરોડ ઓટો ડિસેબલ સિરીંઝનો હતો, તે માર્ચ સુધી પૂરો થઈ ગયો છે. સિરીંઝનો ચોથો ઓર્ડર સપ્ટેમ્બર 2021 સુધી પૂરો કરવાનો છે. HMDના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ નાથે કહ્યું કે દુનિયામાં યલો ફીવર કે શીતળા કે હેપેટાઈટિસ બી કે પેન્ટાવેલેન્ટ કે બીસીજીને જોતાં કંપની 0.1 ML અને 0.5 MLની એડી કોઝક સિરંઝ તૈયાર કરી રહી છે. કંપની તરફથી જણાવવામાં આવ્યું કે એસ્ટ્રા જેનેકા, સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેકની માગણી પર સતત સિરીંઝનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.


શું છે ઓટો ડિસેબલ સિરીંઝ:
ઓટો ડિસેબલ સિરીંઝ માત્ર એકવખત ઉપયોગમાં આવે છે. આ સિરીંઝનો ઉપયોગ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), યૂનિસેફ (UNICEF) અને રેડ ક્રોસ (RED CROSS) તરફથી ચલાવવામાં આવનારા રસીકરણ અભિયાનમાં થાય છે. આ સિરીંઝમાં કોઈપણ પ્રકારના સંક્રમણનો ખતરો રહેતો નથી. કોઝક સેલિંગ રિંગ એન્ડ બ્રેક ટેકનોલોજીના આધારે બનાવવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે ફરીવખત ઉપયોગ કરવા ઈચ્છો તો આ સિરીંઝની સોય તેની જાતે તૂટી જાય છે. HMD જોકે દુનિયાના અનેક દેશોને અલગ-અલગ રસીકરણ અભિયાન માટે 0.1 ML અને 0.5 ML સિરીંઝ સપ્લાય કરે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે સપ્લાય માટે ભારત તેમની યાદીમાં પહેલા નંબરે છે. પરંતુ દુનિયાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવાનું છે. જોકે કંપની પોતાના ઉત્પાદનનનો બે તૃતીયાંશ ભાગ ભારત સરકારને આપે છે.


એક વર્ષમાં બનશે સવા અરબ સિરીંઝ:
દિલ્લીમાં આવેલી આ કંપની 2020માં કોરોનાની શરૂઆતના સમયે દર વર્ષે લગભગ 50 કરોડ સિરીંઝ બનાવતી હતી. હાલ કંપનીને પોતાનો ટાર્ગેટ વધારીને 80 કરોડ કરી દેવામાં આવ્યો છે. જેને સપ્ટેમ્બર 2021 સુધી સવા અરબની આસપાસ લઈ જવાનો છે. કંપનીએ એપ્રિલ 2020માં જ સમજી લીધું હતું કે આગળ જતાં સિરીંઝની માગ વધવાની છે. તેને જોતાં ટેકનોલોજી અને મશીનોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો. ગયા વર્ષે કોવિડના કારણે સેંકડો લોકો કામ છોડીને જતાં રહ્યા હતા. પછી તેની ભરપાઈ કરવા માટે 1 હજાર લોકોની ભરતી કરવામાં આવી.


એક સિરીંઝની કિંમત કેટલી:
કોરોના રસી માટે ઉપયોગમાં આવનારી એક એડી સિરીંઝની કિંમત 2 રૂપિયાની આસપાસ હોય છે. દુનિયાના મોટા-મોટા દેશોમાં જોવામાં આવી રહ્યું છે કે સંસાધનો હોવા છતાં ત્યાં સિરીંઝની સપ્લાય પૂરી થઈ રહી નથી. અમેરિકા અને ત્યાં સુધી કે યૂરોપિયન યૂનિયનના દેશ કહી ચૂક્યા છે કે તેમની પાસે સિરીંઝનો પૂરતો જથ્થો નથી. જેના કારણે રસીકરણના કામમાં મુશ્કેલી આવી રહી છે. જાપાનમાં ફાઈઝર બાયોનટેકના લાખો ડોઝ ફેંકી દીધા, કેમ કે તેને આપવા માટે યોગ્ય સિરીંઝનું ઉત્પાદન થઈ શક્યું નહીં. બીજીબાજુ HMD જેવી કંપની કલાકમાં 3.75 લાખથી વધારે સિરીંઝનું ઉત્પાદન કરી રહી છે.