• જે લોકોની અંદર વેક્સીન લગાવતા પહેલા એન્ટીબોડીઝ હતી, તેમની અંદર વેક્સીન લગાવવાના 7 દિવસ બાદ બહુ જ તેજીથી એન્ડીબોડી ડેવલપ થવા લાગી. તો જેમની અંદર વેક્સીન લગાવતા પહેલા એન્ડીબોડી ન હતી, તેમના શરીરમાં પહેલો ડોઝ લાગ્યા બાદ 14 માં દિવસની અંદર એન્ડીબોડી બનવાનું શરૂ થઈ જાય છે


ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં 16 જાન્યુઆરીથી ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી કોરોના વેક્સીનેશન ડ્રાઈવ (Corona Vaccination Drive) જોરશોરથી આગળ વધી રહી છે. દેશમાં અત્યાર સુધી 1 કરોડ 17 લાખથી વધુ લોકો ઓછામાં ઓછો એક ડોઝ લગાવી ચૂક્યા છે. વેક્સીનેશન અભિયાન સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ (Covishield ) અને ભારત બાયોટેકની કોવેક્સીન (CoVaccine) ના માધ્યમથી ચાલી રહ્યું છે. દેશમાં ચાલી રહેલ મહાઅભિયાનની વચ્ચે વેક્સીનનો પહેલો ડોઝ 14 દિવસની અંદર જ અસરદાર સાબિત થવાની વાત સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેક્સીન અભિયાન માટે શુભ સંકેત
દિલ્હીના મેક્સ હોસ્પિટલ અને સીએસઆઈઆર (CSIR) ના ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજી (IGIB) ના સ્ટડીમાં સામે આવ્યું છે કે, વેક્સીનનો પહેલો ડોઝ લગાવવાના 14 દિવસની અંદર જ વેક્સીન લગાવનારાઓના શરીરમાં કોરોના વાયરસ (Coronavirus) ની વિરુદ્ધ એન્ટીબોડી બનવાની શરૂ થઈ જાય છે. આ તમામ લોકોને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ વેક્સીન લગાવી હતી. 


પાયાગત સવાલોનો જવાબ મળ્યો
આ સ્ટડીમાં વધુ એક વાત સામે આવી છે, કે જે લોકોના શરીરમાં કોરોનાની વિરુદ્ધ વેક્સીન લગાવતા પહેલા એન્ટીબોડી હતી, તેમના શરીરમાં વેક્સીન લગાવ્યા બાદ એન્ટીબોડીની સંખ્યા વધુ થઈ ગઈ છે. મેક્સના ડાયરેક્ટર સંદીપ બુદ્ધિરાજાએ જણાવ્યું કે, આ સ્ટડીમાં મળેલ ડેટાથી વૈજ્ઞાનિકોને વેક્સીનના ડોઝના ટાઈમિંગ પર પાયાગત સવાલોના અનેક જવાબ મળશે.  


મેક્સ હોસ્પિટલ અને સીએસઆઈઆરના ઈન્સ્ટીટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીની સ્ટડીમાં 135 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 44 લોકોના શરીરમાં વેક્સીન લગાવતા પહેલા જ કોરોનાની વિરુદ્ધ એન્ટીબોડીઝ હતી.


કોવિશીલ્ડ વેક્સીનનો પહેલા ડોઝ બાદ વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, જે લોકોની અંદર વેક્સીન લગાવતા પહેલા એન્ટીબોડીઝ હતી, તેમની અંદર વેક્સીન લગાવવાના 7 દિવસ બાદ બહુ જ તેજીથી એન્ડીબોડી ડેવલપ થવા લાગી. તો જેમની અંદર વેક્સીન લગાવતા પહેલા એન્ડીબોડી ન હતી, તેમના શરીરમાં પહેલો ડોઝ લાગ્યા બાદ 14 માં દિવસની અંદર એન્ડીબોડી બનવાનું શરૂ થઈ જાય છે.