નવી દિલ્હી: ભારતમાં સામે આવેલા કોરોના વાયરસના (Coronavirus) બીજા અને ત્રીજા વેરિએન્ટ લગભગ એક જેવા જ છે, અને હાલ વેક્સીન (Corona Vaccine) તેમની સામે પ્રભાવી છે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ્સ ઓફ બાયોમેડિકલ જિનોમિક્સના ડાયરેક્ટર સૌમિત્ર દાસે શુક્રવારના આ જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર કહેવા પૂરતા અલગ છે વેરિએન્ટ
સોર્સ-COV-19 ના જિનોમ સિક્વેન્સિંગ પર એક વેબીનારમાં બોલતા દાસે કહ્યું કે, કોરોનાના બીજો અને ત્રીજો વેરિએન્ટ માત્ર કહેવા પૂરતા જ છે. આ બંનેનો સંદર્ભ કોરોના વાયરસના સમાન વેરિએન્ટ -B.1.617 માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, બીજો અને ત્રીજો વેરિએન્ટ ખરેખરમાં એક જ છે.


આ પણ વાંચો:- કોરોના કહેર વચ્ચે મોદી સરકારની મોટી જાહેરાત, 80 કરોડ લોકોને મળશે આ લાભ


અલગ અલગ સંદર્ભોમાં કરવામાં આવી રહ્યો છે ઉપયોગ
દાસે કહ્યું કે બીજા અને ત્રીજા વેરિએન્ટ્સ ઓવરલેપિંગ શબ્દો છે અને તેનો ઉપયોગ વિવિધ સંદર્ભોમાં અલગ રીતે કરવામાં આવ્યો છે. કલ્યાણી સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોમેડિકલ જિનોમિક્સ, બાયોટેકનોલોજી વિભાગ હેઠળની એક સંસ્થા, દેશની 10 પ્રયોગશાળાઓમાંથી એક છે, જે કોરોના વાયરસના જિનોમ સિક્વિન્સીંગમાં સામેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube