Corona Vaccine: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સીનને લઈને જાહેર કરી નવી ગાઇડલાઇન
Covid-19: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે કહ્યુ- મહેરબાની કરીને ધ્યાન આપો- જે વ્યક્તિઓના ટેસ્ટમાં કોવિડ-19 સંક્રમણની પુષ્ટિ થઈ છે, હવે તેને સાજા થવાના ત્રણ મહિના બાદ વેક્સીનનો ડોઝ આપવામાં આવશે.
નવી દિલ્હીઃ Corona Vaccination: કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું કે, સંક્રમિત થયેલ વ્યક્તિઓના રસીકરણમાં ત્રણ મહિનાનો વિલંબ થશે. તેમાં પ્રિકોશન ડોઝ પણ સામેલ છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે કહ્યુ- મહેરબાની કરીને ધ્યાન આપો- જે વ્યક્તિઓના ટેસ્ટમાં કોવિડ-19 સંક્રમણની પુષ્ટિ થઈ છે, હવે તેને સાજા થવાના ત્રણ મહિના બાદ વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. તેમાં પ્રિકોશન ડોઝ પણ સામેલ છે. શીલે કહ્યુ- હું વિનંતી કરુ છું કે સંબંધિત અધિકારી તેનું ધ્યાન રાખે.
હકીકતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન આવ્યા બાદ ફરી દેશમાં વેક્સીનેશનની ગતિ વધારી દેવામાં આવી છે. વાયરસના બચાવ માટે સરકાર ઘણા માધ્યમો દ્વારા જાગરૂકતા ફેલાવી રહી છે. તેવામાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે વેક્સીન (Vaccine) લગાવવા કે કોરોના સંક્રમણ (Corona Virus ) થી સાજા થયા બાદ કેટલા મહિના સુધી ઇમ્યુનિટી (Immunity) એટલે કે એન્ટી બોડી શરીરમાં યથાવત રહે છે. લોકોના મનમાં ઉઠી રહેલા સવાલને લઈને આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે જાણકારી આપી છે.
આ પણ વાંચોઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેર, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 48 હજારથી વધુ નવા કેસ, જાણો અન્ય રાજ્યોની સ્થિતિ
9 મહિના સુધી રહે છે એન્ટીબોડી
બલરામ ભાર્ગવ પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીના સાજા થયાના કે વેક્સીનના બંને ડોઝ લીધા બાદ 9 મહિના સુધી એન્ટીબોડી હાજર રહે છે. આઈસીએમઆરના ડીજી પ્રમાણે વેક્સીનથી મળેલી ઇમ્યુનિટીને લઈને ભારતમાં અભ્યાસ થયો અને ગ્લોબલ સ્તર પર પણ રિસર્ચ થયું છે. આ સ્ટડીથી સ્પષ્ટ છે કે એન્ટી બોડી આશરે 9 મહિના સુધી શરીરમાં જીવિત રહે છે.
અત્યાર સુધીમાં 161 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
સાંજે 7 વાગ્યે કોવિન પોર્ટલના ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં એન્ટી-કોરોના રસીના કુલ 161.06 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમાં 92.58 કરોડ પ્રથમ ડોઝ અને 67.76 કરોડ બીજા ડોઝનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 71.27 લાખ પ્રિકોશન ડોઝ પણ લગાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ 159.91 કરોડ ડોઝ મફતમાં આપવામાં આવ્યા છે. તેમની પાસે હજુ પણ 12.73 કરોડ ડોઝ બાકી છે જેનો ઉપયોગ કરવાનો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ સીધી ખરીદી વ્યવસ્થા હેઠળ કેટલાક ડોઝની ખરીદી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube