Bharat Biotech એ રાજ્યો માટે `કોવેક્સીન` ની કિંમત ઘટાડી, હવે આટલામાં મળશે ડોઝ
હૈદ્વાબાદ સ્થિત ભારત બાયોટેકએ પહેલાં પોતાના કોવિડ 19 રસી `કોવેક્સીન` (Covaxin) ની કિંમત રાજ્ય સરકારો માટે 600 રૂપિયા પ્રતિ ડોઝ અને ખાનગી હોસ્પિટલો માટે 1,200 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કર્યો હતો.
નવી દિલ્હી: ભારત બાયોટેક (Bharat Biotech) એ રાજ્યો માટે 'કોવેક્સીન' (Covaxin) ની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડી ડીધી છે. હૈદ્વાબાદ સ્થિત ભારત બાયોટેકએ પહેલાં પોતાના કોવિડ 19 રસી 'કોવેક્સીન' (Covaxin) ની કિંમત રાજ્ય સરકારો માટે 600 રૂપિયા પ્રતિ ડોઝ અને ખાનગી હોસ્પિટલો માટે 1,200 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કર્યો હતો. હવે કંપનીએ રાજ્ય સરકારો માટે ભાવ ઘટાડીને 400 રૂપિયા પ્રતિ ડોઝ કરી દીધો છે.
આ પહેલાં સીરમ ઇંસ્ટીટ્યૂટએ બુધવારે રાજ્યોને આપવામાં આવતી કોવિશીલ્ડ વેક્સીનની કિંમત 100 રૂપિયા ઘટાડી હતી. સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (એસઆઇઆઇ)એ પોતાના કોવિડ 19 રસી 'કોવિશિલ્ડ' (Covishield) ની રાજ્ય સરકારો માટે કિંમત 400 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કરી હતી. હવે તેને 300 રૂપિયા પ્રતિ ડોઝ કરી દેવામાં આવી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube