ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના વાયરસનું સંકટ રોજેરોજ વધતું જઈ રહ્યું છે. ભલે આખા દેશમાં પૂરજોશમાં રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય, પરંતુ કોરોનાના મામલામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ ભારતમાં બે રસી આપવામાં આવી રહી છે અને હાલમાં કેન્દ્ર સરકારે રશિયાની કોવિડ-19 રસી સ્પુટનિક-Vને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સીન પછી આ ત્રીજી રસી છે. અને હાલ અનેક કંપનીઓ રસી પર કામ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતને હવે કઈ રસી મળશે:
ભારતમાં કોરોનાના સંકટની વચ્ચે વધુ એક રસીની ચર્ચા થઈ રહી છે. જેનું નામ છે ZyCoV-D. સૌથી ખાસ વાત એ છે કે આ બીજી રસી છે, જે ભારતમાં બની રહી છે. જો  આ રસીને ભારતમાં મંજૂરી મળી જશે તો કોવેક્સીન પછી તે બીજી રસી હશે, જે ભારતમાં બનશે. એવામાં જાણીએ કે આખરે આ રસી ક્યાં બની રહી છે અને અન્ય રસીની સરખામણીએ કઈ રીતે અલગ છે. સાથે જ વાત કરીશું કે આખરે કંપની આ દવાને લઈને કેવા દાવા કરી રહી છે.


રસી અંગે શું છે અપડેટ:
આ રસીનું નામ ZyCoV-D છે. આ રસીને અમદાવાદની કંપની ઝાયડસ કેડિલા દ્વારા બનાવવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરમાં લોકો સુધી પહોંચી શકે છે. હાલ રસીના ત્રીજા ફેઝની ટ્રાયલ ચાલી રહી છે અને ટ્રાયલના ડેટાની તપાસ કરવામાં આવી રહી છે. રસીનો 60 ક્લિનિકલ સાઈટ પર હજારો 12 વર્ષથી વધારે ઉંમરના લોકો પર ટેસ્ટ કરવામાં આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે કંપનીને પહેલાં અને બીજા ફેઝના ટ્રાયલમાં સારા પરિણામ મળ્યા છે. હાલ ત્રીજા ફેઝમાં લોકોને ડોઝ આપવામાં આવ્યો છે અને તેના ડેટા પર કામ ચાલી રહ્યું છે.


બીજી રસીથી કઈ રીતે છે અલગ:
જો ZyCoV-DVની વાત કરીએ તો તે અનેક રીતે કોવિશીલ્ડ અને કોવેક્સીનથી અલગ છે. આ રસીના શોટ્સ ઈન્ટ્રાડર્મલી રીતે આપવામાં આવશે અને તે અન્ય ઈન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવશે નહીં. સાથે જ આ રસી એટલા માટે ખાસ છે. કેમ કે તેના બે ડોઝની જગ્યાએ ત્રણ ડોઝ લગાવવા પડશે. રસીના પહેલા ડોઝના 28 દિવસ પછી એક ડોઝ અને 56 દિવસ પછી બીજો એક ડોઝ લેવાનો હોય છે. એવામાં તેની પ્રોસેસ અન્ય રસી કરતાં ઘણી વધારે છે.


કેમ ખાસ ગણાવાઈ રહી છે આ રસી:
આ રસીને 2 થી 8 ડિગ્રીના તાપમાન પર રાખી શકાય છે. આ કારણે આ રસીને ટ્રાન્સપોર્ટેશન અને તેને સ્ટોર કરવામાં વધારે મુશ્કેલી નહીં થાય. આ રસી પર કંપનીએ ફેબ્રુઆરી 2020માં કામ શરૂ કર્યું હતું. હવે મે મહિનામાં રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામ સામે આવશે. જેના પછી અનેક જાણકારી સામે આવશે. છેલ્લાં ટ્રાયલને લઈને પણ અનેક સારા દાવા કરવામાં આવી રહ્યા છે. હવે કંપની બાળકો પર ટ્રાયલ કરવાની મંજૂરી મળી ગઈ છે. જેથી બાળકોને પણ રસી આપી શકાય. જોકે હાલ રસીની કિંમતને લઈને કોઈ માહિતી સામે આવી નથી. જોકે રસીને અપ્રૂવલ મળી જશે તો તેના લૉન્ચ થયા પછી તેનું પ્રોડક્શન પણ બેગણું થઈ જશે. હાલ કંપની 120-150 મિલિયન ડોઝ દર વર્ષે તૈયાર કરી શકે છે.


ઝાયડસે કઈ રસી બનાવી છે:
આ કંપની પહેલાં પણ રસી પર કામ કરી ચૂકી છે. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલ જાણકારી પ્રમાણે રસી ટેકનોલોજી સેન્ટર આ પહેલાં Diphtheria, Pertussis, Tetanus, Haemophilus Influenzae type B, Hepatitis B, Measles, Mumps, Rubella, Varicella, Influenza અને Typhoid feverની રસી પર કામ કરી ચૂકી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube