Corona: વધુ સંક્રમણવાળા જિલ્લામાં પ્રાથમિકતાથી લાગશે કોરોનાની રસી, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર વધુ ભાર અપાશે
એક માર્ચથી 60થી વધુ અને 45થી 60 વર્ષ વચ્ચે ગંભીર બીમારી ગ્રસ્ત લોકોનું રસીકરણ શરૂ થવાનું છે. તેમણે રાજ્યોને વધુ સંક્રમણ વાળા જિલ્લામાં આ સમૂહોમાં વધુમાં વધુ લોકોને વેક્સિન લગાવવા માટે વિશેષ પ્રયાસ કરવાનું કહ્યું છે.
નવી દિલ્હીઃ જે જિલ્લામાં કોરોના (Corona) નું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, ત્યાં પ્રાથમિકતાના આધાર પર રસી લગાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ આઠ રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા દરમિયાન તેના નિર્દેશ આપ્યા છે. આ આઠ રાજ્યોમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાયું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, કેબિનેટ સચિવે મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બંગાળ, તેલંગણા અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવોની સાથે બેઠક કરી. આ દરમિયાન સંક્રમણ રોકવા માટે ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશોને કડક રીતે લાગૂ કરવા અને ટેસ્ટિંગ વધારી સંક્રમિત દર્દીઓ અને તેના સંપર્કોની ઓળખ કરી તેને આઈસોલેશનમાં રાખવાની પ્રક્રિયા ઝડપી બનાવવી પડશે.
આ પણ વાંચોઃ West Bengal: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ADG લો એન્ડ ઓર્ડરને હટાવ્યા
એક માર્ચથી વૃદ્ધ લોકોને મળશે રસી
કેબિનેટ સચિવનું કહેવું છે કે છેલ્લા એક વર્ષની મહેનત બાદ કોરોના સંક્રમણ પર લાગેલા લગામને આમ બરબાદ કરી શકાય નહીં. તેમનું કહેવું છે કે પ્રાથમિકતાલવાળા સમૂહોમાં ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ અભિયાન ઝડપી ચાલી રહ્યું છે. એક માર્ચથી 60થી વધુ અને 45થી 60 વર્ષ વચ્ચે ગંભીર બીમારી ગ્રસ્ત લોકોનું રસીકરણ શરૂ થવાનું છે. તેમણે રાજ્યોને વધુ સંક્રમણ વાળા જિલ્લામાં આ સમૂહોમાં વધુમાં વધુ લોકોને વેક્સિન લગાવવા માટે વિશેષ પ્રયાસ કરવાનું કહ્યું છે.
એન્ટીજન ટેસ્ટની જગ્યાએ આરટી-પીસીઆર ટેસ્ટ કરવા પર ભાર
રાજીવ ગૌબાએ રાજ્યોને જિલ્લા સ્તર પર નજર રાખવાનું કહ્યું છે. તેમનું કહેવું છે કે જે જિલ્લામાં ટેસ્ટ ઓછા થઈ રહ્યાં છે, ત્યાં તેની ગતિ વધારવી જોઈએ અને એન્ટીજન ટેસ્ટની જગ્યાએ આરટી-પીસીઆર ટેસ્ટ વધુ થવા જોઈએ. તેમણે રાજ્યોને કોરોનાના નવા સ્વરૂપથી સંક્રમિત વ્યક્તિની ઓળખ અને તેના પર નજર રાખવા વિશેષ ધ્યાન આપવામાં કહ્યું છે.
આ પણ વાંચોઃ Assam વિધાનસભા ચૂંટણી લડશે RJD, તેજસ્વી યાદવે કરી જાહેરાત
રાજ્ય તરફથી મુખ્ય સચિવોની સાથે-સાથે સ્વાસ્થ્ય વિભાગોના વરિષ્ઠ અધિકારી હાજર હતા. તમામ રાજ્યોએ કોરોના સંક્રમણની સ્થિતિ અને તેને રોકવા માટે ભરેલા પગલા વિશે વિસ્તારથી જણાવ્યુ હતું. તેમનું કહેવું હતું કે જે જિલ્લામાં કોરોના વધી રહ્યો છે ત્યાં સર્વેલાન્સની નવી રણનીતિની સાથે કામ શરૂ કરવામાં આવ્યું છે. કોરોના ગાઇડલાઇનનું પાલન સુનિશ્ચિત કરવા માટે મોટા દંડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે નાઇટ કર્ફ્યૂ અને સ્થાનીક લૉકડાઉન જેવા પગલા ભરવામાં આવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube