નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં કોરોના વાયરસનાં નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી કોરોના વાયરસના કારણે સૌથી વધારે પ્રભાવિત છે. બીજી તરફ હવે દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓનો આંકડો ચાર લાખને પાર થઇ ચુક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગલવાન ઘાટી મુદ્દે વિદેશ મંત્રાલયે ચીનની ઝાટકણી કાઢી, મનઘડંત વાતો સ્વિકાર્ય નહી
સ્વાસ્થય મંત્રાલયનાં અધિકારીક આંકડાઓ અનુસાર આજ સવાર સુધીમાં 395048 કોરોના વાયરસનાં દર્દીઓની પૃષ્ટી થઇ ચુકી છે. શનિવારે મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ ત્રણેય રાજ્યોમાંથી કુલ 9900 કોરોનાનાં દર્દીઓની પૃષ્ટિ થઇ છે. આજ સવારથી અધિકારીક આંકડાઓમાં ત્રણ રાજ્યોનાં હાલનાં પોઝિટિવ કેસ જોડી દેવામાં આવે તો દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ચાર લાખને પાર પહોંચી ચુકી છે. 


કુલગામમાં શ્રીનગરમાં સૈન્ય-આતંકવાદી એન્કાઉન્ટર, દક્ષિણ કાશ્મીરમાં 10મું એન્કાઉન્ટર
મહારાષ્ટ્રમાં શનિવારે 3874 નવા કોરોના વાયરસનાં દર્દીઓની પૃષ્ટી થઇ છે. આ ઉપરાંત દિલ્હીમાં એક દિવસમાં 3630 નવા કોરોના વાયરસનાં દર્દીઓની પૃષ્ટિ થઇ છે. બીજી તરફ તમિલનાડુમાં 2396 નવા કોરોના દર્દી સામે આવ્યા છે. જો કે સમગ્ર દેશનાં સટીક આંકડા કાલે સવારે જ જાહેર કરવામાં આવશે. 


Solar Eclipse 2020: આ માટે ખાસ છે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, જાણો ક્યારે શરૂ થશે સૂતક કાળ
મહારાષ્ટ્રમાં કેટલા કેસ?
મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 3874 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો સંખ્યા 128205 પર પહોચ્યો છે. દર્દીઓની સંખ્યા 58054 થઇ ચુકી છે.


દિલ્હીમાં સરકારી હોસ્પિટલોના કર્મચારીઓની રજાઓ રદ્દ, ઉપરાજ્યપાલે પોતાનો નિર્ણય પરત લીધો
રાજધાનીમાં સ્થિતી ખરાબ
દેશની રાજધાની દિલ્હીમાં એકવાર ફરીતઈ કોરોના વાયરસનાં કેસમાં વિસ્ફોટ દેખાઇ રહ્યો છે. દિલ્હીમાં એક જ દિવસમાં 3630 નવા કોરોના વાયરસનાં દર્દીઓની પૃષ્ટી થઇ છે. સાથે જ દિલ્હીમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 56746 સુધી પહોંચી ચુકી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube