નવી દિલ્હીઃ દેશના ઘણા શહેરોમાં કોરોના વાયરસ (Corona virus) નું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાના વધતા કેસને કાબુમાં લેવા માટે ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યૂ કે લૉકડાઉન લગાવવામાં આવી રહ્યાં છે. આ કડીમાં બીડ બાદ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં પણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. નાંદેડમાં ગુરૂવાર એટલે કે 25 માર્ચથી 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. નાંદેડના જિલ્લા કલેક્ટર વિપિન ઇટનકરે આજે બુધવારે આદેશ જારી કરી જિલ્લામાં 11 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. 


જિલ્લા પ્રશાસન તરફથી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉન ગુરૂવારથી લાગશે અને આગામી 11 દિવસ સુધી લાગૂ રહેશે. આ દરમિયાન હોળી પણ આવી રહી છે, જેથી તહેવારો પર ખાસ અસર પડશે. નાંદેડમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1330 થઈ ગઈ છે. આજે 10 લોકોના મૃત્યુ થયા છે. 


આ પણ વાંચોઃ દેશમાં કોરોનાનો 'ડબલ એટેક', 771 વેરિએન્ટ, હવે ઈમ્યુનિટી પણ નથી બચાવી શકતી વાયરસથી


નાંદેડ પહેલા આજે મહારાષ્ટ્રના ભીડ જિલ્લામાં પણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના વધી રહેલા કેસને જોતા અહીં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી લૉકડાઉન રહેશે. 


મહારાષ્ટ્રના ટોપ-10માં 9 જિલ્લા
આ વચ્ચે નાસિકમાં લાગેલા લૉકડાઉનને લઈને ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. 31 માર્ચ સુધી દર શનિવાર અને રવિવારને છોડી જરૂરી વસ્તુ સિવાય તમામ દુકાનો અને વસ્તુ બંધ રહેશે. સોમવારથી શુક્રવાર સુધી તમામ દુકાનો સવારે સાતથી સાંજે 7, અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલી દુકાનો રાત્રે 9 વાગ્યા સુધી ખુલી રહેશે. 


આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે સક્રિય કેસ 10 જિલ્લા (પુણે, નાગપુર, મુંબઈ, ઠાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગલુરી, અર્બન, નાંદેડ, જલગાંવ, અકોલા) માં કેન્દ્રીત છે. આ 10 જિલ્લામાં 9 મહારાષ્ટ્રના અને એક કર્ણાટકનો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube