કોરોના LIVE: યુપી સરકાર 3 મોટા શહેરોને કરશે સેનિટાઇઝ, સરકારની અનેક જાહેરાત
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 52 સુધી પહોંચી ચુકી છે ત્યારે સરકારે અનેક નક્કર પગલા ઉઠાવ્યા છે. મુંબઇ કોર્પોરએશન ક્ષેત્રમાં જરૂરી સામાનની દુકાનો સિવાય તમામ વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં 22 માર્ચને ડીએમઆરસીએ મેટ્રો સેવા બંધ કર્યાની જાહેરાત કરી છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે રાજધાની સહિત તમામ મોલ્સને બંધ કરવા માટેના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મરનાલાઓની સંખ્યા 10030 સુધી પહોંચી ચુકી છે.
મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 52 સુધી પહોંચી ચુકી છે ત્યારે સરકારે અનેક નક્કર પગલા ઉઠાવ્યા છે. મુંબઇ કોર્પોરએશન ક્ષેત્રમાં જરૂરી સામાનની દુકાનો સિવાય તમામ વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં 22 માર્ચને ડીએમઆરસીએ મેટ્રો સેવા બંધ કર્યાની જાહેરાત કરી છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે રાજધાની સહિત તમામ મોલ્સને બંધ કરવા માટેના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મરનાલાઓની સંખ્યા 10030 સુધી પહોંચી ચુકી છે.
કોરોના પાર્ટી! કનિકા ઉપરાંત વસુંધરા રાજે, દુષ્યંતસિંહ અને યુપીનાં સ્વાસ્થય મંત્રી સેલ્ફ આઇસોલેટેડ
યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં કનિકા કપુરનો કિસ્સો સામે આવ્યા બાદ યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. યુપીનાં ત્રણ મોટા શહેરો નોએડા, કાનપુર અને લખનઉને સસેનિટાઇઝ કરવામાં આવશે. આ સાથે જ યુપીનાં તમામ મોલ્સને બંધ કરવામાં આવશે. લખનઉમાં સરોજની નગર ઉપ જિલ્લાધિકારી પ્રફુલ્લ કુમાર ત્રિપાઠીએ કોરોના વાયરસના કારણે બહારની ખાણી પીણીની દુકાનો બંધ કરવા માટેનો આદેશ આપ્યો છે. તમામ નાની મોટી દુકાનોમાંથી કોરોના વાયરસ સામેની લડાઇમાં સહયોગ આપવા માટે અપીલ કરી છે.
કોરોના પર કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીમા બંધ કરાયા મોલ
જનતા કર્ફ્યુને ધ્યાને રાખીને DMRCની મોટી જાહેરાત 22 માર્ચે બંધ રહેશે મેટ્રો
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને જાહેરાત કરી છે કે, રવિવારે દિલ્હીમેટ્રો સેવા બંધ રહેશે. આ નિર્ણય કોરોના વાયરસનાં સંક્રમણથી બચાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી અપીલને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, વડાપ્રધાન મોદીએ રવિવારે 22 માર્ચે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યું પાલન કરવા માટેક હ્યું છે. એટલે કે આ દરમિયાન લોકોએ પોતાનાં ઘરોમાં જ રહે. તેમણે કહ્યું કે, તે જનતા દ્વારા જનતા માટે લગાવવામાં આવેલો કર્ફ્યું છે. જે આ ઘાતક વાયરસને પહોંચી વળવા માટે મદદગાર સાબિત થશે.
Breaking : દેશમાં સૌથી પહેલા મહારાષ્ટ્રના ચાર શહેરો કરાયા લોકડાઉન
મુંબઇના ગ્રોસરી શોપમાં સરકારનાં આહ્વાન બાદ ટોળા થવા લાગ્યા છે, જો કે દુકાન તંત્ર દ્વારા એક સાથે માત્ર 30 લોકોને જ દુકાનમાં આવવા માટે પરવાનગી આપવામાં આવી રહી છે. બાકીના લોકોને રાહ જોવા માટે જણાવવામાં આવી રહ્યું છે. તબક્કાવાર 30 લોકોને આવવા દેવામાં આવી રહ્યા છે. જો કે હાલ લોકોને શાત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube