નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાં કોરોના વાયરસથી પીડિત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ વ્યક્તિ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં રહેતો હતો. રવિવારે સવારે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પીડિતની ઉંમર 62 વર્ષ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સરકારી અધિકારી અનુસાર આજે સવારે 4 કલાકે ચેસ્ટ ડિસિઝ હોસ્પિટલમાં પીડિતે અંતિમ શ્વાસ લીધા હતા. એક ડોક્ટરે કહ્યું કે, બીમાર વયક્તિનો શનિવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વ્યક્તિને એમએમએચએસ હોસ્પિટલથી અહીં રેફર કરવામાં આવ્યો હતો. 


શ્રીનગરની ચેસ્ટ ડિસિઝ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે, બીમાર વ્યક્તિને શનિવારે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો, તેને લીવર સાથે જોડાયેલા સમસ્યા પણ હતી. 


તંગમાર્ગ સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીએ પણ મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, પોલીસને આ વ્યક્તિ સાથે જોડાયેલા કેસમાં જરૂરી કાર્યવાહી પૂરી કરવાનું કહેવામાં આવ્યું છે. 


આ વ્યક્તિની સાથે જમ્મૂ-કાશ્મીરમાં કોવિડ-19થી મૃત્યુ પામનારની સંખ્યા 2 થઈ ગઈ છે. ગુરૂવારે હૈદરપુરામાં 65 વર્ષના એક વ્યક્તિનું આ બીમારીથી મોત થયું હતું. આ રાજ્યમાં કોરોના વાયરસથી મોતનો પ્રથમ મામલો હતો. 


UP: એક પરિવારના પાંચ લોકો કોરોનાથી સંક્રમિત, 50 સંબંધીઓની થશે તપાસ


કોરોનાનો વધુ એક દર્દી આવ્યો સામે
આ વચ્ચે રાજ્યમાં કોરોનાનો વધુ એક સંક્રમિત સામે આવ્યો છે. શ્રીનગરની ચેસ્ટ ડિઝિસ હોસ્પિટલમાં ડોક્ટરોની તપાસમાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડાની સાથે કાશ્મીર ઘાટીમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 24 થઈ ગઈ છે. જો જમ્મૂ-ક્ષેત્રના આંકડાને જોડવામાં આવે તો આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 33 થઈ ગઈ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...