નવી દિલ્હી: દુનિયાભરમાં ડર ફેલાવી રહેલા કોરોના વાઈરસે ભારતમાં પણ પગપેસારો કરી દીધો છે. દેશમાં અત્યાર સુધીમાં 47 દર્દીઓમાં કોરોના વાઈરસની પુષ્ટિ થઈ ચૂકી છે. આમ છતાં ભારતીયોમાં ધૂળેટી ઉજવવાનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી. આજે દેશવાસીઓ ખુબ જ જુસ્સા અને ઉત્સાહથી હોળી ધૂળેટીની ઉજવણી કરી રહ્યાં છે. જો કે પહેલા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે દુનિયામાં તબાહી મચાવી રહેલી આ કોરોના વાઈરસની બીમારી હોળીના રંગમાં ભંગ પાડી શકે છે. પરંતુ હાલ તો એવું કશું જ  જોવા મળી રહ્યું નથી. દેશભરમાંથી હોળીની રંગબેરંગી તસવીરો સામે આવી રહી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશવાસીઓને હોળીની શુભકામના આપી અને લોકોને કોરોના વાઈરસથી બચવા માટે જરૂરી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. 


ટ્વીટર હેન્ડલથી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ઓફિશિયલ ટ્વીટ કરવામાં આવી. ગુડ મોર્નિંગ અને હોળીની શુભકામનાઓ. રંગના તહેવારનો આનંદ લેતા, કેટલાક સરળ ઉપાયો આપણને અને બીજાને COVID 19થી બચાવશે. 


મથુરામાં બાંકી બિહારી મંદિરની બહારનો નજારો...



પુડ્ડુતચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીએ રમી ફૂલોની હોળી.



શિવનગરી વારાણસીમાં ઉજવાઈ રહી છે હોળી, કવિ સંમેલનમાં ઉમટ્યા સેંકડો લોકો.