Coronavirus Infection Symptoms: દેશના ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાંક દિવસોથી ફરીથી કોરોના વાયરસના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોનાના કેસ વધવાના શરૂ થયા છે. ત્યારે કોરોનાના આ કેસોને લઈને એક્સપર્ટ્સ લોકોને કોવિડ 19ની ચોથી લહેરને લઈને સાવધાન કરી રહ્યા છે. ભારત સિવાય અન્ય દેશોમાં પણ કોરોના વાયરસે એકવાર ફરીથી ચિંતા વધારી દીધી છે. કોરોનાનું XE વેરિયન્ટ ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે અને કોવિડના નવા વેરિયન્ટ સાથે નવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસના XE વેરિયન્ટને લઈને એક્સપર્ટ્સનું કહેવું છે કે, જૂના તમામ વેરિયન્ટની સરખામણીએ સૌથી વધુ સંક્રમણ ફેલાવે છે, પરંતુ તે એટલો ઘાતક નથી. તેની સાથે જ એક્સપર્ટનું કહેવું છે કે ભારતમાં સૌથી વઘુ લોકોમાં એન્ટીબોડી વિકસિત થઈ ચૂકી છે, આજ કારણે XE વેરિયન્ટની અસર એટલી વધારે નથી. એવામાં લોકો ઉત્સાહિત થઈને બેદરકારી દાખવી રહ્યા છે અને કોરોનાના નવા વેરિયન્ટને હળવાશમાં લેવાની ભૂલ કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કરી રહ્યા નથી અને આજ કારણે સંક્રમણ વધી રહ્યું છે.



કોરોના વાયરસના સામાન્ય લક્ષણોમાં તાવ અને ખાંસી-શરદી છે, પરંતુ કેટલાક લક્ષણો એવા પણ છે જે તમારી આંખોમાં નજરે પડી શકે છે. જો કે, એવું જરૂરી નથી કે કોવિડ-19ના તમામ લક્ષણો બધા લોકોમાં જોવા મળે. તેમ છતાં કોરોનાના વધતા સંક્રમણથી બચવા માટે તેના તમામ લક્ષણો વિશે જાગૃત રહેવું જરૂરી છે.


એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીના સંશોધકોએ કોરોનાને લઈને પોતાની સ્ટડીમાં શોધી નાંખ્યું છે કે આંખોમાં દુખાવો પણ કોરોનાનું એક ગંભીર લક્ષણ હોઈ શકે છે. તેના સિવાય આંખોમાં ખંજવાળ અને આંખો સૂકી પડી જવી જેવા લક્ષણો કોરોના સાથે જોડાયેલા હોઈ શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ લક્ષણોને અવગણવા જોઈએ નહીં.



તેના સિવાય આંખોમાં ખંજવાળ થવી અને આંખોમાં શુષ્કતા પણ કોરોનાના લક્ષણો સાથે સંબંધિત હોઈ શકે છે. જો તમને પણ આંખોમાં ખંજવાળ કે શુષ્કતા લાગે તો તેને હળવાશથી ન લો.


કોરોનાના સામાન્ય લક્ષણોને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે આંખો લાલ કે પિંક થવી એક સંભવિત લક્ષણ હોઈ શકે છે. એક સંશોધનમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આંસુમાં કોરોના વાયરસ RNA મળી આવ્યો છે. જો તમને આંખોમાં દુખાવો અને આવા અન્ય લક્ષણો દેખાય છે, તો તમારે તરત જ સાવધ થઈ જવું જોઈએ.



વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, ઉધરસ, થાક, ભીડ અને વહેતું નાક એ કોરોના વાયરસના ચાર સૌથી સામાન્ય લક્ષણો છે. તાવ, થાક, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો, રાત્રે પરસેવો એ કોરોના સંક્રમણના સંકેતો હોઈ શકે છે. આ સિવાય ગળામાં દુખાવો એ એક લક્ષણ છે, જે કોવિડ-19ના લક્ષણોમાં સામાન્ય છે.



કોવિડ-19ના સંક્રમણને શોધવાની સૌથી સચોટ પદ્ધતિ RT-PCR ટેસ્ટ છે. તેથી જ્યારે પણ તમે તમારી અંદર આ લક્ષણો જુઓ, શક્ય તેટલી વહેલી તકે તમારી જાતે જઈને તપાસ કરાવો. જે લોકોને શરદીના લક્ષણો દેખાય છે તેમણે કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે, જેથી ચેપને આગળ વધતો અટકાવી શકાય. આ સાથે, જ્યાં સુધી ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ ન આવે અને તમે કોરોના સંક્રમિત નથી તેની પુષ્ટિ ન થાય ત્યાં સુધી ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવે છે.