કોરોનાનો પ્રકોપ: કર્ણાટકમાં વધુ 2 કેસ સામે આવ્યાં, દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય
ભારતમાં કોરોના વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે. સોમવાર રાત સુધીમાં દેશમાં કોરોનાની પીડાતા દર્દીઓની સંખ્યા 114 હતી. જે હવે વધીને 125 થઈ ગઈ છે. કર્ણાટકમાં નવા બે દર્દીઓ સામે આવ્યાં છે જેમનામાં COVID-19ની પુષ્ટિ થઈ છે. કર્ણાટકમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.
બેંગ્લુરુ: ભારતમાં કોરોના વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે. સોમવાર રાત સુધીમાં દેશમાં કોરોનાની પીડાતા દર્દીઓની સંખ્યા 114 હતી. જે હવે વધીને 125 થઈ ગઈ છે. કર્ણાટકમાં નવા બે દર્દીઓ સામે આવ્યાં છે જેમનામાં COVID-19ની પુષ્ટિ થઈ છે. કર્ણાટકમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. પીડિતોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યાં છે અને સારવાર હેઠળ છે. કર્ણાટકમાં શાળા કોલેજો, થિયેટરો 21 માર્ચ સુધી બંધ છે. જો કે જે સ્થિતિ જોવા મળી રહી છે તે જોતા તારીખ 31 માર્ચ સુધી આગળ વધી શકે છે.
કોરોનાની રસીનું પહેલીવાર થયું પરીક્ષણ, પરિણામ આવતા લાગશે આટલો સમય
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. અહીં અત્યાર સુધીમાં 39 કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના વાયરસનો પ્રભાવ જોતા મુંબઇ પોલીસે આદેશ બહાર પાડીને ગ્રુપ ટુર પર રોક લગાવી છે. આ રોક કલમ 144 હેઠળ લગાવવામાં આવી છે. આ ઉપરાંત પુણેમાં પણ કલમ 144 લાગુ કરાશે.
સોમવારે પુણેના ડિવિઝનલ કમિશનર દીપક મહૈસકરે કહ્યું કે પુણેમાં કલમ 144 લાગુ કરીશું પરંતુ સંચાર પર કોઈ પ્રતિબંધ નહીં હોય. પુણેમાં કલમ 144 લાગુ કરવાનો અધિકાર પુણે પોલીસને અપાયો છે.
કોરોનાનો હાહાકાર: આ દેશમાં એક જ દિવસમાં 349 લોકોના મોત, ભારતે લીધો મોટો નિર્ણય
પિંપરી ચિંચવડમાં કલમ 144 લાગુ છે પરંતુ સંચાર પર પ્રતિબંધ નથી. ભીડ પર નિયંત્રણ લાવવા માટે ઉપાય હાથ ધરાયા છે. જ્યાં પણ શક્ય હોય ત્યાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ અપાયું છે. પુણેમાં સૌથી વધુ 16 કેસ કોરોના વાયરસના સામે આવ્યાં છે.
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...