નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે અનેક રાજ્યોમાં પ્રતિબંધો લાગૂ છે. વધી રહેલા પ્રતિબંધો વચ્ચે લોકોના મનમાં સવાલ છે કે શું ફરી લૉકડાઉન લાગશે? આ સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, કેન્દ્ર સરકાર, જે રાજ્યોમાં વિશેષ કરીને કોરોનાના કેસ આવી રહ્યાં છે તેની સાથે સતત સંપર્કમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, કોરોના મેનેજમેન્ટના ઉપાય પાછલા વર્ષે વધાએ જોયા છે. જો આ વખતે કોરોનાનું મેનેજમેન્ટ યોગ્ય રીતે થશે તો વધુ ફેલાશે નહીં. એટલે કે સરકાર તરફથી લૉકડાઉન લગાવવાનું કે નહીં તેને લઈને કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. 


આ પણ વાંચોઃ Bengal Elections: બંગાળ ચૂંટણીમાં અંતિમ સમયે ઓવૈસીની એન્ટ્રી, મેદાનમાં ઉતરશે AIMIM


45 વર્ષથી ઉપરના લોકોને મળશે વેક્સિન
દેશમાં હાલ કોરોના રસીકરણ (Corona Vaccination) અભિયાન ચાલુ છે. ભારત સરકારે આજે કોરોના (Corona Virus) રસીકરણ પર મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી 45 વર્ષની ઉપરના તમામ લોકોને કોરોના રસી (Corona Vaccine) આપવામાં આવશે. પછી ભલે કોઈ બીમારી હોય કે ન હોય. કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. સરકારનો દાવો છે કે દેશમાં પૂરતા પ્રમાણમાં કોરોના રસી ઉપલબ્ધ છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી. 


કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) કહ્યું કે લોકોએ ફક્ત પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને સરળતાથી સરકારી કે પ્રાઈવેટ સેન્ટર્સ પર રસી મળી શકશે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી દેશમાં સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના વોરિયર્સની સાથે સાથે 60 વર્ષથી વધુ ઉંમરના અને 45થી વધુ ઉંમરના ગંભીર  બીમારીથી પીડાતા લોકોને રસી અપાઈ રહી હતી. વ્યક્તિએ પોતાની બીમારીનું પ્રમાણપત્ર રજુ કર્યા બાદ રસીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ શકતી હતી. 


આ પણ વાંચોઃ Research on Rice: ભારતીય ભોજનની થાળીમાંથી ગાયબ થઈ જશે ચોખા! જાણો આ છે કારણ


હવે જ્યારે 1 એપ્રિલથી રસીકરણ અભિયાનનો નવો તબક્કો શરૂ થશે તો તેમા બીમારીનું સર્ટિફિકેટ આપવું જરૂરી નહી રહે. કારણ કે 45 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને રસી આપવાની જાહેરાત કરાઈ છે. વાત જાણે એમ છે કે 9 ફેબ્રુઆરી બાદ દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. હાલ મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક  રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube