નવી દિલ્હીઃ મહામારી કોરોના વાયરસ સામે લડવા માટે મોદી સરકાર એક્શનમાં છે. લૉકડાઉન દરમિયાન ગરીબ તબક્કાના લોકોને આવનારી નાણાકીય સમસ્યાને દૂર કરવા માટે પહેલા સરકારે રાહત પેકેજની જાહેરાત કરી તો હવે કેબિનેટ મંત્રીઓને રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યોમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય અને સતત ફીડબેક લેવા માટે તમામ કેબિનેટ મંત્રીઓને રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ મંત્રીઓએ રાજ્યના જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે રોજ વાતચીત કરવી પડશે. તેમણે જાણવું પડશે કે સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સનું પાલન કરાવવામાં તો કોઈ મુશ્કેલી આપી રહી નથી. તેઓ તે પણ જાણશે કે જરૂરી સામાનોમાં કોઈ સમસ્યા આવી રહી નથી. મંત્રી જિલ્લામાં કોરોનાને કેસ કેટલા અને ક્વોરેન્ટાઇનમાં કેટલા છે તે પણ જાણશે. 


મહત્વનું છે કે કોરોના વાયરસ જેવી મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર સતત પગલાં ભરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેર કરાલે લૉકડાઉનનો આજે બીજો દિવસ છે. દેશના અલગ-અલગ ભાગમાં જરૂરી સામાન લેવા માટે લોકો રસ્તા પર જોવા મળ્યા હતા. પરંતુ આ દરમિયાન લોકોએ મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. 


કોરોના વાયરસ રાહત પેકેજ: 20 કરોડ મહિલાઓના ખાતામાં દર મહિને 500 રૂપિયા, 3 મહિના સુધી ફ્રી સિલિન્ડર


કિસાનો અને ગરીબોને રાહત
આ પહેલા કોરોના વાયરસ સામે લડતા દેશવાસીઓ  માટે કેન્દ્ર સરકારે ગુરૂવારે મોટી જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે લૉકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત થનારા ગરીબ, ખેડૂત, ગરીબ મહિલા, સીનિયર સિટીઝનને રાહત આપતા વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1.70 લાખ કરોડનું પેકેજ આપ્યું છે. 


સરકારે જાહેરાતમાં કહ્યું કે, 20 કરોડ મહિલા જનધન એકાઉન્ટ ધારકોને આગામી ત્રણ મહિના સુધી 500 રૂપિયા પ્રતિ મહિનો આપશે. આ રીતે આગામી ત્રણ મહિના સુધી ઉજ્જવલા યોજના હેઠક 8 કરોડ બીપીએલ પરિવારોને સિલિન્ડર આપશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...