Corona New Symptoms: દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ ફરી એકવખત વાયુવેગે વધતા જઈ રહ્યા છે. બ્રિટેનમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 2 લાખ 30 હજારને પાર થઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટેનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના
ડેલી સ્ટાર વેબસાઈટના મતે બ્રિટેનમાં પરિસ્થિતિ એવું છે કે કોરોનાના રોજના હજારો સેંકડો નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટે લગભગ આખા બ્રિટેનને ભરડામાં લઈ લીધું છે. જે લોકોને કોરોનાનું સંક્રમણ ફેલાયું છે, તેમાં કોઈ પણ ભયંકર પ્રકારના લક્ષણો સામે આવ્યા નથી. જ્યારે સામાન્ય લક્ષણોમાં તાવ, ખાંસી, શ્વાસ લેવામાં મુશ્કેલી અને ગંધ સૂંઘવા અને સ્વાદ પારખવાની ક્ષમતામાં મુશ્કેલી પડી રહી છે.


સામે આવ્યા કોરોનાના 2 નવા લક્ષણ
ડોક્ટરોએ કોરોનાના અમુક એવા લક્ષણો (Corona New Symptoms) વિશે લોકોને જાગૃત કર્યા છે, જેના વિશે હાલમાં લોકોને વધારે માહિતી નથી. તેમાં આંખ લાલ થવી અને વાળ ખરવાનું લક્ષણ ઝડપથી લોકોમાં ફેલાઈ રહ્યું છે.


માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસ Angiotensin-Converting Enzyme 2 (ACE2) નામનો એન્ઝાઇમ્સ મારફતે લોકોની કોશિકાઓમાં પ્રવેશ કરે છે. આશંકા છે કે આ વાયરસ આંખો મારફતે શરીરનાં એન્ટ્રી કરી લે છે. ડોક્ટરોનું માનવું છે કે જ્યારે ACE2 એન્ઝાઇમ્સ મારફતે કોરોના શરીર પર હુમલો કરે છે ત્યારે લોકોને એવું લાગે છે કે આ સામાન્ય વાયરલ હુમલો છે.


આંખો પર હુમલો કરે છે વાયરસ
રિપોર્ટ અનુસાર આંખોમાં ઘૂસ્યા બાદ કોરોના વાયરસ (Coronavirus) રેટિના અને epithelial સેલ પર હુમલો કરે છે. આ બંને કોષો આંખો અને પોપચાના ભાગોને સફેદ (Corona New Symptoms) બનાવવાનું કામ કરે છે. ડોકટરોનું માનવું છે કે જ્યારે કોરોના વાયરસ આંખો પર હુમલો કરે છે, ત્યારે માત્ર આંખો લાલ જ નથી થતી પરંતુ તેમાં સોજો, પાણી આવવું, દુખાવો જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે. હાલમાં કોરોનાના આ નવા લક્ષણ પર સંશોધન ચાલી રહ્યું છે. અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી એસોસિએશન માને છે કે આ લક્ષણ તાવને કારણે પણ હોઈ શકે છે.


વાળ ખળવાના કેસમાં વધારો
ડોકટરોનું કહેવું છે કે કોરોના વાયરસનું બીજું નવું લક્ષણ વાળ ખરવાનું (Corona New Symptoms) વધી જવું છે. સામાન્ય રીતે તાવ કે બીમારીને કારણે 2-3 મહિના સુધી વાળ ખરવાના કિસ્સા જોવા મળે છે. જો કે, જો તમે ફિટ દેખાઈ રહ્યા છો અને હજુ પણ વાળ ખરી રહ્યા છો, તો તેનો અર્થ એ છે કે તમે કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકો છો. આવા કિસ્સાઓમાં તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી છે. સારવાર પછી 6 થી 9 મહિનામાં વાળ ખરવાનું બંધ થઈ જાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube