મુંબઇ: દેશભરમાં કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. તેનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 39 કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના પીડિત એક 64 વર્ષના વ્યક્તિનું મોત પણ મહારાષ્ટ્રમાં થયું છે. કોરોનાને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર સરકારે ખાસ તૈયારીઓ કરી છે. જે હેઠળ મુંબઇમાં પ્રાઈવેટ કંપનીને પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરાવવાની સુવિધા આપવાનો આગ્રહ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારના મંત્રીનો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટિવ, સ્વેચ્છાએ ઘરમાં થયા હતાં કેદ


આ ઉપરાંત વિદેશથી આવનારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. વિદેશથી પાછા ફરનારા ભારતીયોના હાથ પર એક થપ્પો લગાવવામાં આવી રહ્યો છે. જેનાથી તેમનો ખ્યાલ રાખવામાં આવી શકે અને લોકો પણ અલર્ટ રહે. 


મુંબઇ મહાનગર પાલિકાએ પોતાના ટ્વીટર હેન્ડલથી આ થપ્પાના કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં લખ્યું છે- પ્રાઉડ ટુ પ્રોટેક્ટ મુંબઇકર, હોમ ક્વારંટાઈન. આ સાથે જ 30 માર્ચ 2020ની તારીખ પણ  લખવામાં આવી છે. અત્રે જણાવવાનું કે વિદેશથી આવનારા લોકોને 30 માર્ચ સુધી હોમ ક્વારંટાઈનમાં રાખવામાં આવશે. તેમને કોઈને પણ મળવાની મંજૂરી અપાઈ નથી. 


MPમાં ફ્લોર ટેસ્ટ કરાવવા મામલે સુપ્રીમે કમલનાથ સરકાર અને સ્પીકરને ફટકારી નોટિસ


કોરોનાને હરાવવા માટે BMCએ કસી કમર
કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવવા માટે મુંબઇ મહાનગર પાલિકા (BMC)એ કમર કસી છે. BMCએ એક એડવાઈઝરી બહાર પાડીને લોકોને બિનજરૂરી રીતે ઘર બહાર ન નિકળવાની અને પબ્લિક પ્લેસ પર ન જવાની સલાહ આપી છે. એડવાઝરીમાં પ્રાઈવેટ કંપનીઓને પોતાના વધુમાં વધુ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપવાના નિર્દેશ આપ્યા છે. BMCએ કહ્યું કે ભારત સરકારે 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. આ આદેશનું પાલન નહીં કરનારી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...