Corona: દેશમાં લાગશે લૉકડાઉન? જાણો મુખ્યંત્રીઓ સાથે બેઠકમાં શું બોલ્યા PM મોદી
પીએમ મોદીએ કહ્યુ કે, દુનિયાભરમાં રાત્રી કર્ફ્યૂનો સ્વીકાર કરવામાં આવો છે, તેને નાઇટ કર્ફ્યૂની જગ્યાએ કોરોના કર્ફ્યૂના રૂપમાં યાદ રાખવુ જોઈએ. તેમણે કહ્યુ કે, કોરોનાને અટકાવવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન પર ફોકસ જરૂરી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) પર આખરે પ્રહાર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ દેશના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી છે. આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડાયા છે. પીએમ મોદીની સાથે બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ સામેલ છે.
શું દેશમાં લાગશે લૉકડાઉન?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના પર ચર્ચા કરી હતી. કોરોના સંક્રમણ અટકાવવા અને વેક્સિનેશનની કામગીરીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ કોરોના અટકાવવા લોકો પાસે પણ સૂચનો માંગ્યા છે. તો પીએમ મોદીએ લોકડાઉન પર કહ્યુ કે, હાલ સંપૂર્ણ લૉકડાઉનની જરૂર નથી.
માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન પર ફોકસ જરૂરી
પીએમ મોદીએ કહ્યુ કે, દુનિયાભરમાં રાત્રી કર્ફ્યૂનો સ્વીકાર કરવામાં આવો છે, તેને નાઇટ કર્ફ્યૂની જગ્યાએ કોરોના કર્ફ્યૂના રૂપમાં યાદ રાખવુ જોઈએ. તેમણે કહ્યુ કે, કોરોનાને અટકાવવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન પર ફોકસ જરૂરી છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, આ વખતે આપણી પાસે કોરોના સામે લડવા માટે તમામ ઉપાય હાજર છે. હવે વેક્સિન પણ છે. પીએમ મોદીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે, પહેલાના મુકાબલે હવે લોકો વધુ કેયરલેસ થઈ રહ્યાં છે.
ટેસ્ટિંગ-ટ્રેકિંગ ખુબ જરૂરી
પીએમ મોદીએ કહ્યુ કે, આપણે ટેસ્ટિંગ પર ધ્યાન આપવું પડશે. શરૂઆતી લક્ષણ હોય તો સીધા ડોક્ટર પાસે જાવ. તેમણે કહ્યું કે, કોરોના એક એવી વસ્તુ છે જ્યાં સુધી તમે લઈને આવશે નહીં ત્યાં સુધી આવશે નહીં. આપણે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ વધારવા પડશે. આપણે ગમે તેમ કરી પોઝિટિવિટી રેટને 5 ટકાથી નીચે લાવવો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube