અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં મહામારી કોરોના વાયરસના ડરથી આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં પર એક પતિ-પત્નીએ કોરોના વાયરસના લક્ષણોના ડરથી આત્મહત્યા કરી લીધી છે. તેણે પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે અમે કોરોના વાયરસને કારણે મરવા ઈચ્છતા નથી. અમને કોરોનાથી ચિંતા થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના અમૃતસરના બાબા બકાલાના સઠિયાલા ગામની છે. મૃતકોનું નામ ગુરજિંદગ કૌર અને બલવિંદર સિંહ છે. તો ડોક્ટરોએ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી દીધી છે. પતિની ઉંમર 65 વર્ષ હતી તો પત્નીની 63 વર્ષ છે. બંન્નેએ ઝેર ખાઈને જીવ આપી દીધો છે. 


મહત્વનું છે કે કોરોના વાયરસના ડરથી આત્મહત્યાના ઘણા મામલા સામે આવ્યા છે. આ પહેલા બુધવારે ઉત્તર પ્રદેશના શામલીમાં ક્વોરેન્ટાઇન વોર્ડમાં દાખલ કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ આપઘાત કરી લીધો હતો. આ યુવક બે દિવસ પહેલા જ પોતાના ગામ આવ્યો હતો. શ્વાસ લેવામાં સમસ્યા થયા બાદ તેને ક્વોરેન્ટાઇન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો, ત્યારબાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી.


તો દિલ્હીના તબલિગી જમાતના મરકઝમાં પહોંચેલા એક વ્યક્તિએ પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. હકીકતમાં મરકઝમાં પહોંચેલા કેટલાક લોકોને દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. જ્યાં તેમાં સામેલ એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે હોસ્પિટલની ઇમારતથી નિચે પડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ ત્યારે તેને બચાવી લેવામાં આવ્યો હતો.