જયપુરઃ દેશમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે. ઘણા રાજ્યોએ તેને મહામારી અને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય આપદા જાહેર કરી છે. તેવામાં રાજસ્થાનથી રાહતના સમાચાર આવ્યા છે. પ્રદેશમાં કોરોનાથી પીડિત ત્રણ દર્દી સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ ગયા છે. તેનો તપાસનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી રોહિત કુમાર સિંહે રવિવારે પત્રકારો સાથે વાત કરતા આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, પોઝિટિવ આવેલા 69 વર્ષીય ઇટાલીના નાગરિક અને 85 વર્ષના જયપુરના નિવાસી વ્યક્તિનો તપાસ રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. જયપુર નિવાસી વ્યક્તિ પણ દુબઈથી પરત ફર્યો હતો. સિંહે કહ્યું કે, ઇટાલીની 70 વર્ષીય મહિલાને લઈને અત્યાર સુધી કોરોના પોઝિટિવના ત્રણ દર્દી સ્વસ્થ થઈ ગયા છે. 


તેમણે જણાવ્યું કે, ત્રણેય દર્દીની સારવાર એસએમએસ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીએ કહ્યું કે, જયપુરમાં અત્યાર સુધી કુલ 402 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાંથી 393નો રિપોર્ટ નેગેટિવ અને ચારનો પોઝિટિવ આવ્યો હતો. પાંચનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. તેમણે જણાવ્યું કે, જોધપુરના તમામ 10 અને ઝાલાવાડના ત્રણ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 


કોરોના સામે જંગ જીતવા પીએમ મોદીએ SAARC નેતાઓ સાથે કરી ચર્ચા, ઇમરજન્સી ફંડ માટે 1 કરોડ ડોલર  


સિંહે જણાવ્યું કે, ઉદયપુરના બે લોકોના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. પ્રદેશમાં અત્યાર સુધી કુલ 417 લોકોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. સાતનો રિપોર્ટ આવવાનો બાકી છે. સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીએ લોકોને ભયભીત ન થવાની અપીલ કરી અને કહ્યું કે, રાજસ્થાન સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા માટે દરેક સંભવ ઉપાય કરી રહી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...