નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસની દહેશત સતત વધતી જઇ રહી છે. બીજી તરફ કોરોના વાયરસનો ખોફ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ચુક્યો છે. સુત્રો અનુસાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાનું મેડિકલ ચેકઅપ કરાવશે. સાંસદ દુષ્યંત સિંહે મુલાકાત બાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાનો મેડિકલ ચેકઅપ કરાવશે. સાંસદ દુષ્યંત સિંહ સાથે મુલાકાત બાદ હવે રાષ્ટ્રપતિ ભવનના સુત્રોએ કહ્યું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાની મેડિકલ ચેકઅપ કરાવશે. આ સાથે જ રાષ્ટ્રપતિએ પોતાનાં તમામ નિયમિત કાર્યક્રમોને સ્થગીત કરવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિે રાષ્ટ્રપતિ ભવનમાં બ્રેકફાસ્ટની મેજબાની કરી હતી. જેમાં દુષ્યંત સિંહ પણ જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ દુષ્યંત સિંહ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બોલિવુડની પ્રખ્યાત સિંગર કનિકા કપૂરની લખનઉમાં એક પાર્ટીમાં હાજર રહ્યા હતા. ત્યાર બાદ દુષ્યંત સિંહ પોતે સેલ્ફ આઇસોલેટેડ થઇ ચુક્યા છે. આ સાથે જ તેમનાં માં અને ભાજપ નેતા વસુંધરા રાજે પણ આઇસોલેટેડ થઇ ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં ઝડપથી પગ પસારી રહ્યો છે કોરોના, માત્ર 8 દિવસમાં 89થી 250 થઇ ગયા પીડિત
બ્રેકફાસ્ટની મેજબાની
સિંગર કનિકા કપૂરની પાર્ટીમાં હાજર રહ્યાનાં ત્રણ દિવસ બાદ સાંસદ દુષ્યંત સિંહ 18 માર્ચે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત એક સમારંભમાં પણ જોડાયા હતા. બુધવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યુપી અને રાજસ્થાનના સાંસદો માટે રાષ્ટ્રપતિ ભવનમાં બ્રેકફાસ્ટની મેજબાની કરી હતી. આ કાર્યક્રમની એક તસ્વીર પણ સામે આવી હતી. જેમાં દુષ્યંત સિંહ રાષ્ટ્રપતિ કોવિંદની પાછળ ઉભા કરી દીધા છે. જો કે દુષ્યંત સિંહ મુદ્દે રાષ્ટ્રપતિ ભવનનું કહેવું છે કે રાષ્ટ્રપતિએ તે બ્રેકફાસ્ટ દરમિયાન દુષ્યંત સિંહની સાથે હાથ નહોતો મિલાવ્યો.


કોરોના વાયરસથી સંક્રમિત પહેલા વ્યક્તિએ પોતાનો અનુભવ વર્ણવ્યો
વસુંધરા રાજેએ પાર્ટીમાં જોડાયેલા હોવાની વાત કરી
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ સ્વિકાર કર્યો કે તે તથા તેના પુત્ર દુષ્યંત સિંહ લખનઉમાં બોલિવુડની પ્રખ્યાત સિંગર કનિકા કપૂરની પાર્ટીમાં હાજર રહ્યાહ તા. જો કે બંન્ને નેતા હવે સેલ્ફ આઇસોલેશનમાં છે. વસુધરા રાજેએ કહ્યું કે, થોડા દિવસો પહેલા દુષ્યંત અને તેના સસુરાલનાં લોકોએ ડીનર પાર્ટી કરી હતી. કનિકા કપુરનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube