માતાના ભક્તો માટે મહત્વના સમાચાર, કોરોનાના કારણે વૈષ્ણોદેવી યાત્રા બંધ
કોરોના વાયરસના સંક્રમણના જોખમને જોતા જમ્મુ અને કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. સુરક્ષા કારણોસર આજથી શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરને બંધ કરી દેવાયું છે. જમ્મુ કાશ્મીર સરકારના સૂચના અને સંપર્ક વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે કોરોના વાયરસના કારણે શ્રીમાતા વૈષ્ણોદેવી યાત્રા આજથી બંધ કરી દેવાઈ છે.
નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણના જોખમને જોતા જમ્મુ અને કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. સુરક્ષા કારણોસર આજથી શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરને બંધ કરી દેવાયું છે. જમ્મુ કાશ્મીર સરકારના સૂચના અને સંપર્ક વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે કોરોના વાયરસના કારણે શ્રીમાતા વૈષ્ણોદેવી યાત્રા આજથી બંધ કરી દેવાઈ છે.
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરથી આવનારી તમામ આંતરરાજ્ય બસોના પરિચાલન ઉપર પણ આજથી પ્રતિબંધ છે.
દેશમાં 16 રાજ્યોમાં ફેલાયો ઘાતક કોરોના વાયરસ, ક્યા શું છે સ્થિતિ તે જાણવા માટે કરો ક્લિક
દેશના મોટા મંદિરો સુરક્ષા કારણોસર બંધ
તિરૂપતિ બાલાજી: તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન બંધ કરાયા નથી. પરંતુ અહીં વેઈટિંગની વ્યવસ્થા બંધ કરાઈ છે.
કોરોનાની દહેશત: સાઉદી અરબથી પાછા ફરેલા BJP સાંસદ સુરેશ પ્રભુએ લીધુ મોટું પગલું
સિદ્ધિવિનાયક: મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરને સોમવારે આગામી આદેશ સુધી બંધ કરાયું છે.
મુંબા દેવી: મુંબઈના કુળદેવી ગણાતા માતા મુંબા દેવીના મંદિરને પણ કોરોના વાયરસના પગલે બંધ કરાયું છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube