દિલ્હીમાં જાન્યુઆરી તો દેશમાં ફેબ્રુઆરીના અંતમાં સમાપ્ત થઈ જશે કોરોના, IIT કાનપુરના પ્રોફેસરનો દાવો
દિલ્હીમાં સોમવારે કોવિડ-19ના 12527 નવા કેસ સામે આવ્યા તથા બીમારીને કારણે 24 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણ દર 27.99 ટકા રહ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે ચિંતા ઘટાડનારી જાણકારી સામે આવી છે. આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મનિંદર અગ્રવાલે દાવો કર્યો કે, ભારતમાં કોવિડ ફેબ્રુઆરીના અંતમાં ખતમ થઈ જશે. તેમણે કહ્યું- અત્યાર સુધી કોઈ મોટા રાજ્યએ કોવિડ પીકને પાર કરી નતી. કેટલાક રાજ્યો આગામી સપ્તાહે કોવિડ પીક પાર કરશે. સાથે પ્રોફેસર અગ્રવાલે દાવો કર્યો છે કે દેશની રાજધાની દિલ્હીમાં 2 દિવસ પહેલા કોરોના પીક પર પહોંચી ગયો છે અને મહિનાના અંત સુધી દિલ્હીમાં કોરોના સમાપ્ત થઈ જશે.
દિલ્હીમાં 12 હજારથી વધુ કેસ
રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણને લઈને રાહતના સમાચાર આવ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 12527 નવા કેસ સામે આવ્યા અને 24 લોકોના મૃત્યુ થયા છે. તો બીજીતરફ સક્રિય કેસ ઘટીને 83,982 થઈ ગયા છે, જ્યારે પોઝિટિવિટી રેટ 27.99 ટકા છે.
આ પહેલાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Delhi Health Minister Satyendar Jain) એ જણાવ્યુ હતું કે દિલ્હીમાં લગભગ 2.85 કરોડ લોકોને રસીનો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. પ્રથમ ડોઝ 100 ટકા પાત્ર લોકોને મળી ચુક્યો છે, જ્યારે બીજો ડોઝ 80 ટકા વસ્તીને આપવામાં આવ્યો છે. આ સાથે 1.28 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ કોરોના સામે લડાઈમાં આવ્યા સારા સમાચાર, માર્ચમાં શરૂ થઈ શકે છે 12-14 વર્ષના બાળકોનું રસીકરણ
આ પહેલાં રવિવારે દિલ્હીમાં 18 હજાર 286 નવા કેસ સામે આવ્યા હતા. સંક્રમણ દર પણ ઘટીને 27.87 ટકા થઈ ગયો હતો. તો 25 કલાકમાં 65 હજાર 621 સેમ્પલ ટેસ્ટ થયા હતા. આ પહેલાં સંક્રમણ દર 30.64 ટકા હતો. ત્યારે કોરોનાના 20 હજાર 718 કેસ સામે આવ્યા હતા.
તેમણે કહ્યું કે, જો કોઈમાં કોરોનાના લક્ષણ છે તો ટેસ્ટ કરાવવા માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી. કોઈપણ ટેસ્ટિંગ સેન્ટરમાં પોતાની તપાસ કરાવી શકે છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને સોમવારે દિલ્હીમાં કોવિડની સ્થિતિ વિશે જાણકારી આપતા કહ્યું કે, દિલ્હીમાં છેલ્લા ચાર દિવસથી કોરોના કેસમાં કમી આવી રહી છે.
દિલ્હીમાં, 100% લાભાર્થીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. લગભગ 80 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત એક લાખ 27 હજાર લોકોને તકેદારીનો ડોઝ આપવામાં આવ્યો છે. જેમાં 35 હજાર લોકો 60 વર્ષથી વધુ ઉંમરના છે. તેમાં 32 હજાર હેલ્થ વર્કર છે અને બાકીના 60 હજાર લોકો ફ્રન્ટલાઈન વર્કર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે લોકો રસીના બીજા ડોઝ અને તકેદારી ડોઝ માટે લાયક બન્યા છે, તેઓએ શક્ય તેટલી વહેલી તકે તેમનું રસીકરણ કરાવી લેવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube