CoronaVirus 14 March 2021: શું ભારત ફરીથી પૂર્ણ લોકડાઉન (Lockdown) તરફ આગળ વધી રહ્યો છે? છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના જે રીતે નવા કેસ સામે આવ્યા છે તે તો આ પ્રકારના સંકેત આપી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના નવા 25,320 દર્દીઓ નોંધાયા બાદ હવે આ મહામારીએ એકવાર ફરીથી ચિંતા વધારી દીધી છે. જેનાથી હવે વધુ સાવધ રહેવાની જરૂર છે. થોડી પણ બેદરકારી બધાને ભારે પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષ ડિસેમ્બરમાં જ્યારે કોરોના (Corona Virus) સંક્રમણના રોજ મળનારા કેસ 10 હજારની આસપાસ હતા ત્યારે સમગ્ર દુનિયાને એવું લાગતું હતું કે ભારત હવે મહામારી સામે જંગને જીતવા તરફ આગળ વધી રહ્યું છે. તે સમયે દેશમાં લોકોએ કોરોના વિરુદ્ધ અપનાવવામાં આવતા સુરક્ષા ઉપાયોને તત્પરતાથી પાલન કરતા હતા. પરંતુ ત્યારબાદ કદાચ બેદરકારીના કારણે નવા દર્દીઓની સંખ્યા જે રીતે વધી રહી છે તે ફરીથી ડરાવી રહી છે. 


એક દિવસમાં 25 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25,320 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,13,59,048 પર પહોંચી ગયો છે. જેમાંથી 2,10,544 લોકો હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 1,09,89,897 લોકો કોરોનાને માત આપવામાં સફળ નીવડ્યા છે. એક જ દિવસમાં કોરોનાથી મૃત્યુનો આંક પણ વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 161 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,58,607 પર પહોંચ્યો છે. દેશમાં રસીકરણ અભિયાન પણ ચાલે છે. જે હેઠળ અત્યાર સુધીમાં 2,97,38,409 લોકોને રસી આપવામાં આવી છે. 


લોકોની બેદરકારી પડી શકે છે ભારે
વિશેષજ્ઞોનું માનવું છે કે બેદરકારીના કારણે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ફિઝિકલ ડિસ્ટન્સિંગ, અને માસ્ક લગાવવા જેવા સુરક્ષા ઉપાયોનું લોકો યોગ્ય રીતે પાલન કરી રહ્યા નથી. જેનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે. આજે જાહેર થયેલા આંકડા જોઈએ તો કોરોનાના નવા કેસમાં છેલ્લા 7 દિવસની સરખામણીએ મોટો વધારો થયો છે. 11 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સરેરાશ 10,988 દૈનિક કેસ આવ્યા હતા જ્યારે બુધવારે પૂરા થયેલા સપ્તાહમાં તેમાં 67 ટકાથી વધુનો વધારો નોંધાયો. 


નવી લહેર આવી શકે
સીએસઆઈઆર-સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજીના ડાઈરેક્ટર રાકેશ મિશ્રા કહે છે કે જો આ રીતે કેસમાં વધારો થતો રહ્યો તો અને ભારતમાં જ કોઈ નવો સ્ટ્રેન પેદા થયો તો કોરોના સંક્રમણની નવી લહેર આવી શકે છે. તેમણે કહ્યું કે વિદેશથી આવેલા કોરોનાના નવા વેરિએન્ટના કારણે કેસમાં વધારો થયો હોય તેવું નથી લાગતું. કેસના વધારા પાછળ લોકોની બેદરકારી વધુ જવાબદાર છે. 


Mamata Banerjee નો આ એક નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થશે!, જાણો કેવી રીતે BJP ને થઈ શકે છે નુકસાન


Antilia Case: NIA ની મોટી કાર્યવાહી, પોલીસ અધિકારી Sachin Vaze ની ધરપકડ 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube