હૈદરાબાદ: દેશભરમાં એકવાર ફરીથી કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. આ બધા વચ્ચે હૈદરાબાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહી ચૂકેલા એક વરિષ્ઠ ભૌતિકશાસ્ત્રીએ ડરામણો દાવો કરતા કહ્યું છે કે ભારતમાં કોવિડ-19ની ત્રીજી લહેર(3rd Wave of COVID-19) કદાચ 4 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેઈલી ડેથ લોડમાં થયો ઉતાર ચડાવ
દેશમાં છેલ્લા 463 દિવસમાં સંક્રમણના કેસમાં અને તેનાથી થતા મૃત્યુની સંખ્યાના આંકડાનું અધ્યયન કરવાની એક વિશિષ્ટ રીત વિક્સિત કરનારા ડો. વિપિન શ્રીવાસ્તવ (Vipin Srivastava) એ કહ્યું કે 4 જુલાઈની તારીખ આ વર્ષના ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ જેવી લાગે છે જ્યારે બીજી લહેર શરૂ થઈ હતી. વૈજ્ઞાનિકના વિશ્લેષણ મુજબ જ્યારે પણ સંક્રમણથી રોજના મૃત્યુના કેસના વધવાની પ્રવૃત્તિથી ઘટવાની પ્રવૃત્તિ તરફ વધે છે અથવા તો તેનાથી વિપરિત વધે છે તો ડેઈલી ડેથ લોડ(DDL) માં ઝડપથી ઉતાર ચડાવ થાય છે. 


4 જુલાઈથી વધવા લાગ્યા કોરોનાના કેસ
શ્રીવાસ્તવે 24 કલાકના સમયગાળામાં સંક્રમણથી મૃત્યુના કેસ અને તે સમયગાળામાં નવા સારવાર હેઠળ દર્દીઓની સંખ્યાના પ્રમાણનું ખાસ પદ્ધતિથી આકલન કર્યું અને તેને DDL નામ આપ્યું. તેમણે કહ્યું કે 'ફેબ્રુઆરીના પહેલા સપ્તાહના અંતમાં આપણે DDL માં આ ઉતાર ચડાવ શરૂ થતા જોયો હતો. જો કે તે સમયે સંક્રમણથી મૃત્યુના કેસ 100ના ક્રમમાં કે તેનાથી ઓછા હતા અને આપણે મહામારી સમાપ્ત થવાના ભ્રમમાં હતા. પરંતુ ત્યારબાદ સ્થિતિ ભયાનક થઈ ગઈ. શ્રીવાસ્તવે કહ્યું કે ચાર જુલાઈથી પણ આ પ્રકારની પ્રવૃત્તિની શરૂઆત જોઈ શકાય છે.'


'હવે આપણે આશા અને દુઆ કરવી જોઈએ'
ડો. શ્રીવાસ્તવે કહ્યું કે, આપણે હવે એ જ આશા રાખવી જોઈએ અને દુઆ કરવી જોઈએ કે DDL નકારાત્મક જળવાઈ રહે. તેમણે કહ્યું કે બીજી લહેરના ભયાનક સ્વરૂપને જોયા બાદ જનતા અને પ્રશાસને વધુ સાવધાની વર્તવી પડશે અને નવી લહેરની શરૂઆતના કોઈ પણ સંશય પર ખુબ જ સતર્કતા રાખવી પડશે. જો કે તેમણે કહ્યું કે ખુબ વધુ નેગેટિવ DDL પણ સારું નથી કારણ કે તેનાથી સંકેત મળે છે કે 24 કલાકમાં સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યાની સરખામણીમાં આ સમયગાળામાં નવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. 


સોમવારે નવા 37 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 37,154 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 3,08,74,376 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં 39,649 લોકો રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 3,00,14,713 થઈ છે. કોરોનાએ 24 કલાકમાં દેશભરમાંથી 724 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોની થયેલા મોતનો કુલ આંકડો હવે 4,08,764 પર પહોંચી ગયો છે. 


રસીના 12 લાખથી વધુ ડોઝ અપાયા, રિકવરી રેટ 97 ટકા ઉપર
કોરોના વાયરસ સામે રસી એક મહત્વનું હથિયાર છે અને હાલ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં રસીના કુલ 12,35,287 ડોઝ અપાયા છે. આ સાથે અત્યાર સુધીમાં અપાયેલા કુલ ડોઝની સંખ્યા 37,73,52,501 પર પહોંચી છે. દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ 97.22% થયો છે. 


(અહેવાલ-સાભાર ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube