જયપુર: ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં સામે આવ્યા છે અને નવા સ્ટ્રેનને લઈને ચિંતાઓ સતત વધી રહી છે. આ બધા વચ્ચે દક્ષિણ આફ્રિકાથી 7 દિવસ પહેલા જયપુર પાછા ફરેલા એક પરિવારના 4 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે. કહેવાય છે કે આ પરિવાર 25 નવેમ્બરના રોજ આફ્રિકાથી પાછો ફર્યો હતો અને ઓમિક્રોનના અલર્ટને જોતા તમામને આઈસોલેશનમાં રખાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટિ નહીં
કોરોના વાયરસથી સંક્રમિત મળી આવેલા તમામ ચાર સભ્યોમાં હજુ કોવિડ-19ના નવા વેરિએન્ટ ઓમિક્રોની પુષ્ટિ થઈ નથી અને તેમના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. જીનોમ સિક્વેન્સિંગ બાદ જ એ નક્કી થશે કે તેમા ઓમિક્રોન વેરિએન્ટ છે કે નહીં. 


કેન્દ્ર સરકાર આ તારીખથી શરૂ કરશે 'શ્રેષ્ઠ યોજના', ખાસ જાણો તેના વિશે અને વિદ્યાર્થીઓને શું મળશે સુવિધાઓ


સંપર્કમાં આવેલા 5 લોકો પણ થયા સંક્રમિત
પરિવારમાં સભ્યોની વાત કરીએ તો માતા પિતા અને તેમની 8 વર્ષ અને 15 વર્ષની બે પુત્રીઓ સંક્રમિત હોવાનું કહેવાય છે. દક્ષિણ આફ્રિકાથી જયપુર પાછા ફરેલા પરિવારના સંપર્કમાં આવેલા 12 લોકોના પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા જેમાંથી 5 લોકો કોરોના સંક્રમિત થયા છે. 


Alert! ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી, આ છે Omicron Variant ના 3 સૌથી મોટા લક્ષણ, ખાસ જાણો


ભારતમાં કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9,216 દર્દીઓ દેશભરમાંથી નોંધાયા છે. હાલ દેશમાં 99,976 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં કોરોનાથી 391 લોકોએ જીવ ગુમાવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube