નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર ફેલાયો છે. ત્યારે દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 4067 થઇ ગઇ છે. જેમાં 1445 લોકો તબલીગી જમાત સાથે જોડાયેલા છે. કોરોનાના 693 નવા કેસ પોઝિટીવ આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી છે.


લવ અગ્રવાલે જણાવ્યું કે શંકાસ્પદ કેસને લઇને ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. દેશના રાજ્યોને આજે 3000 કરોડ રૂપિયાની વધારાની મદદ જાહેર કરવામાં આવી છે. અત્યારસુધીમાં કુલ કેસનું વિશ્લેશણ કરીએ તો 24 ટકા કેસ મહિલાઓમાં થયા છે. ત્યારે અત્યાર સુધી 291 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં પ્લાન ઓફ એક્શન પર ચર્ચા કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન જનતા માટે વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. લોકોને ફેસ અને માઉથ કવર કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં પ્રિકોશન લેવાની વાત કરવામાં આવી છે. લગભગ 25500થી વધારે લોકોની ઓળખ કરી તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. 1750 વિદેશી TJ વર્કર્સને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા છે.


આ ઉપરાંત ગૃહ મંત્રાલયના સંયુકત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું છે કે, રાજ્યમાં લોકડાઉનનો યોગ્ય રીતે પાલન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ગૃહ સચિવને આજે રાજ્ય સરકારોને પત્ર લખ્યો છે. જમાતના સંપર્કમાં આવેલા 25500થી વધારે લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. 5 લાખ ટેસ્ટિંગ કિટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જ્યારે કોઇ જગ્યાએથી વધારે કેસ સામે આવે છે તો અમે 2 અલગ અલગ રણનીતિ પર કામ કરીએ છીએ. દરેક જિલ્લામાં કોવિડથી લડવા માટે એક સેન્ટર ઉભું કરવામાં આવશે, જેની સુચના આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube