લખનઉઃ ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના ખુર્જામાં રહેનાર એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલું જ નહીં વ્યક્તિની પત્ની અને ત્રણ સાળાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. એટલે કે એક પરિવારના પાંચ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. શુક્રવારે સાંજે જ્યારે જિલ્લા વહીવટી તંત્રને આ માહિતી મળી તો  ચિંતા પ્રસરી ગઈ હતી. સ્વાસ્થ્ય વિભાગે ઉતાવળમાં તેના 50 અન્ય સંબંધીઓ અને સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ કરી તેની તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમાંથી 35 લોકોને સુભારતી હોસ્પિટલ તો 15 લોકોને લાલા લાજપત રાય મેડિકલ કોલેજમાં દાખલ કર્યાં છે. મેરઠ સીએમઓ ડોક્ટર રાજકુમારનું કહેવું છે કે આ વ્યક્તિ ટ્રેનમાં બેસીને અમરાવતીથી મેરઠ આવ્યો હતો. આવતા સમયે તેણે રસ્તામાં ઘણા લોકોને સંક્રમિત કર્યાં હશે. આ સિવાય સંક્રમિત વ્યક્તિ મેરઠમાં એક લગ્ન સમારોહમાં પણ સામેલ થયો હતો. એટલું જ નહીં વ્યક્તિએ મસ્જિદમાં નમાઝ પણ અદા કરી હતી. 


સીએમઓએ આ વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ કરવા માટે પોતાની સર્વિલાન્સ ટીમને કામે લગાવી છે. તમામને ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દાખલ કરાયેલા કોઈ દર્દીની સ્થિતિ ગંભીર નથી. 


BSF ઓફિસર થયા કોરોનાથી સંક્રમિત, 50 જવાનોને કરવામાં આવ્યા ક્વોરેન્ટાઇન


ડોક્ટર રાજકુમારનું કહેવું છે કે, બધાને જલદી સ્વસ્થ કરી દેવામાં આવશે. આ સિવાય તમામ 50 લોકોનો રિપોર્ટ આવ્યા બાદ જે પણ પોઝિટિવ આવશે તેની સારવાર કરવામાં આવશે. જે લોકોનો રિપોર્ટ નેગેટિવ આવશે તેને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. 


સીએમઓ રાજકુમારનું કહેવું છે કે સંબંધિત વ્યક્તિએ ઘણા લોકોને સંક્રમિત કર્યાં છે તેથી તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ થશે. રવિવારે સવારે 8.30 કલાક સુધી દેશમાં કુસ 1005 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. પરંતુ આ વચ્ચે 88 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે 25 લોકોના મોત થયા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...