નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 223થી વધુ દર્દીઓ પીડાઈ રહ્યાં છે. 24 કલાકમાં જ સૌથી વધુ 50 નવા કેસ સામે આવ્યાં. કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 52 કેસ સામે આવ્યાં છે.  દિલ્હીના લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાંથી 6 સંદિગ્ધ ગાયબ થવાની પણ સૂચના છે. કોરોના વાયરસના દિલ્હીમાં પગપેસારાથી લઈને દેશભરમાં વધતી દહેશત વચ્ચે દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે દેશમાં લોક ડાઉનની સ્થિતિ ગમે ત્યારે આવી શકે છે. કેટલાક શહેરો બંધ કરવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃદ્ધોને આ વાયરસથી સૌથી વધુ જોખમ છે. પરંતુ હવે જે પ્રકારે કેસ વધી રહ્યાં છે તે જોતા દરેક એજ ગ્રુપના લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે બાળકો પણ ધ્યાન રાખે. જરૂર પડે તો ટેસ્ટિંગ સ્ટ્રેટેજી પણ બદલવામાં આવશે. દરેક જણે ટેસ્ટ કરાવવો પડે તો તે પણ કરીશું પરંતુ હાલ એવી સ્થિતિ નથી. 


દેશમાં વધતા કોરોના મામલાઓને જોતા ગઈ કાલે કેબિનેટ બેઠક પણ થઈ.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube