નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં અભિયાનમાં ઝડપ લાવતા વિભિન્ન રાજ્યોમાં પ્રશાસને કોવિડ-19ના સૌથી મોટા હોટસ્પોટ બનીને ઊભરેલા દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝમાં તબલિગી જમાતના આયોજનમાં ભાગ લેનારા 6000થી વધુ લોકોની ઓળખ કરી છે. દેશભરમાં બુધવારના રોજ સૌથી વધુ 450 પોઝિટિવ કેસ સામે આવતા હવે સંક્રમિત લોકોની સંખ્યા 1900 પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 59 લોકોના મોત થઈ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમાતમાં ભાગ લેનારા 5000થી વધુ લોકોને આઈડેન્ટીફાય કરાયા છે. જેમાંથી કેટલાક લોકોને રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દાખલ પણ કરાયા છે. આ સાથે જ ગુજરાત, તામિલનાડુ અને તેલંગાણા સહિત અન્ય જગ્યાઓ પર 2000 અન્ય લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. 


આ સાચિમાં વિદેશીઓ પણ સામેલ છે. જ્યારે રાજ્યના અધિકારીઓએ એવા કેટલાક લોકોની ઓળખ કરી છે જે દિલ્હીથી પોત પોતાના ગૃહનગર પાછા ફર્યા નથી. પ્રશાસનનું કહેવું છે કે આવા કોરોના પોઝિટિવ કેસોમાં આટલો ઝડપથી વધારો તબલિગી જમાતના કારણે થયો છે. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 437 નવા કેસોની પુષ્ટિ થવાની સાથે કોરોના વાયરસના કેસની સંખ્યા 1834 થઈ ગઈ છે. જ્યારે 41 લોકોના મોત થયાં. જો કે વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જાહેર થયેલા આંકડા જોઈએ તો કુલ 1949 કેસ થયા છે અને ઓછામાં ઓછા 59 લોકોના મોત થયા છે. 


મહારાષ્ટ્ર, તામિલનાડુ, અને દિલ્હી તે જગ્યાઓમાં સામેલ છે જ્યાં મોટી સંખ્યામાં આવા કેસો સામે આવ્યાં છે. દિલ્હીમાં અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાયરસના કેસ વધીને 152 થયા છે. જેમાંથી 53 લોકો એવા છે જે નિઝામુદ્દીનના આયોજનમાં સામેલ થયા હતાં. 


મહારાષ્ટ્રમાં બુધવારે આ સંખ્યા 33થી વધીને 335 થઈ ગઈ જેમાં એકલા મુંબઈમાં 30 કેસ સામેલ છે. સંખ્યામાં વધારો થવાની આશંકા છે. કારણ કે ઓળખ કરાયેલા લગભગ 5000 લોકો ઉચ્ચ જોખમની શ્રેણીમાં આવે છે. રાજ્ય સરકારે આ જાણકારી આપી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube