નવી દિલ્હીઃ સરકારે દેશના બધા કેન્દ્ર શાસિત પ્રદેશોને કન્ટેઈન્મેન્ટ ઝોન તૈયાર કરવાની રણનીતિ પર પહેલાથી કામ કરવાની સલાહ આપી છે. નીતિ આયોગ તરફથી મંગળવારે કહેવામાં આવ્યું કે, કોરોના સામે જંગમાં આગામી ત્રણ સપ્તાહ મહત્વના થવાના છે. કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવ અને પોલીસ પ્રમુખો સાથે બેઠકમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે આ સલાહ આપી છે. તેમણે કહ્યું કે, કોવિડ-19 સામે લડાઈમાં આગામી ત્રણ સપ્તાહ મહત્વના રહેવાના છે. તેવામાં આપણે પહેલાથી કન્ટેઈન્મેન્ટ ઝોન વગેરે તૈયાર કરવા માટે કામ શરૂ કરી દેવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશોએ પહેલા તૈયારી કરી લેવી જોઈએ. આગામી ત્રણ સપ્તાહ મહત્વના છે અને તેમના પ્રમાણે પોઝિટિવ કેસોની જાણકારી મેળવવા માટે સર્વે કરવો જોઈએ. આ વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ કરી રહ્યા હતા. આ સિવાય બેઠકમાં આઈસીએમઆરના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવ પણ હાજર હતા. બેઠકમાં અજય ભલ્લાએ કહ્યુ કે, દેશમાં કોરોના સંકટ ઝડપથી વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, જાન્યુઆરીમાં આ આંકડો દરરોજ 20 હજારનો હતો, જે હવે 10 ગણો વધી ગયો છે. તેમણે કહ્યું કે, છેલ્લા 10 દિવસમાં દેશમાં નવા કેસોની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, 9 એપ્રિલે દેશમાં 1.31 લાખ કેસ સામે આવ્યા, જ્યારે 20 એપ્રિલે આંકડો 2.73 લાખ થઈ ગયો છે. 


આ પણ વાંચોઃ દેશમાં ક્યારથી ઘટશે Corona વાયરસના કેસ? થઈ ગઈ ભવિષ્યવાણી  


બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી યુનિયન ટેરિટરીઝને ટેસ્ટિંગમાં વધારો કરવા અને સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય કન્ટેઈન્ટમેન્ટ ઝોનને લઈને પ્લાનિંગ કરવા અને કોરોના પ્રોટોકોલને કડકથી લાગૂ કરવાનો આદેશ આપ્યો છે. અજય કુમાર ભલ્લાએ કહ્યુ કે, ત્રણ સપ્તાહના હિસાબથી પહેલા હોસ્પિટલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરી લેવું જોઈએ. તેમણે કહ્યું કે, આપણે આરટી-પીસીઆર ટેસ્ટ વધારી દેવા જોઈએ. આ સિવાય રેપિટ એન્ટીજન ટેસ્ટ પણ જારી રાખવા જોઈએ. 


આ પણ વાંચોઃ Corona: સતત વધી રહેલા કેસો વચ્ચે સારા સમાચાર, અમદાવાદમાં DRDO ઊભી કરશે 900 બેડની હોસ્પિટલ  


દિલ્હીએ ઉઠાવ્યો બેડ્સની કમીનો મુદ્દો, કેન્દ્રને કહ્યું- મદદ કરો
આ બેઠક દરમિયાન મોટાભાગના કેન્દ્ર શાસિત પ્રદેશે કહ્યું કે, તેમણે લોકોની મૂવમેન્ટને સીમિત કરી છે. આ સિવાય રાત્રી કર્ફ્યૂ અને લૉકડાઉન જેવા પ્રતિબંધો લાગૂ છે. ચંડીગઢ તરફથી જણાવવામાં આવ્યું કે, વેક્સિનેશનમાં વધારા માટે કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે લોકો હોમ આઈસોલેશનમાં રહે અને જરૂરી સાવચેતી રાખે. આ દરમિયાન દિલ્હીએ બેડની કમીનો મુદ્દો ઉઠાવ્યો અને કેન્દ્ર સરકારને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે મદદ કરવાની માંગ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube