નવી દિલ્હી: માનવ સંસાધન વિકાસ મંત્રાલયે બુધવારના કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) દ્વારા દેશમાં કોરોના વાયરસથી ઉદભવેલી સ્થિતિના કારણે ધોરણ-1થી 8 સુધીના તમામ છાત્ર-છાત્રાઓને પ્રમોશન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક'એ એક ટ્વિટમાં કહ્યું. "કોરોના વાયરસના કારણે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સીબીએસઈના ધોરણ-1થી 8 સુધીના બાળકોને આગામી ધોરણમાં પ્રમોશન કરવાની સલાહ આપી છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દિલ્હી: કોરોના સામે ડ્યૂટી પર તૈનાત પોલીસ કર્મીઓ પર હુમલો કરી શકે છે ISIS, વધારી સુરક્ષા


તેમણે કહ્યું કે ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં અત્યાર સુધીના મૂલ્યાંકનના આધાર પર પ્રમોશન આપવામાં આવે. આ વખતે પ્રમોશન ન મળનાર વિદ્યાર્થીઓ સ્કૂલ લેવલ પર ઓનલાઇન અથવા ઓફલાઇન પરીક્ષાઓમાં સામેલ થઈ શકે છે.


આ પણ વાંચો:- યૂપીમાં બેના મોત સાથે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા પહોંચી 116, જાણો સરકાર કોની લેશે મદદ


નિશંકે ટ્વિચ કર્યું, " ધોરણ-9 અને 11માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના અત્યારસુધીમાં થયેલા પ્રોજેક્ટ, સમય-સમય પર યોજાનારી પરીક્ષાઓ, વગેરેના મૂલ્યાંકના આધારે આગામી ધોરણમાં પ્રમોશન આપવામાં આવે. આ વખતે પ્રમોશન ના મળનાર વિદ્યાર્થીઓ સ્કૂલ લેવલ પર ઓનલાઇન અથવા ઓફલાઇન પરીક્ષામાં બેસી શકે છે. આ સાથે જ સીબીએસઈએ વિદેશમાં બોર્ડ પરીક્ષાઓ આયોજિચ કરાવવા પર કહ્યું કે, મૂલ્યાંક માચે જવાબ શીટ્સ ભારત લાવવામાં મુશ્કેલી થઈ રહી છે."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube