ચીન: 17 વર્ષ પહેલાં ફેલાયેલી આ ભયાનક બિમારીથી પણ મોટો ખતરો બની છે Coronavirus
આજથી ઠીક 17 વર્ષ પહેલાં ચીનમાં સાર્સ (SARS) નામના જીવલેણ વાયરસથી સંક્રમણ ફેલાયું હતું. જેમાં લગભગ 5,327 ચીની નાગરિક સંક્રમિત થયા હતા. 2003માં ફેલાયેલા તે વાયરસના લીધે ચીનમાં લગભગ 349એ દમ તોડ્યો હતો. પરંતુ હવે ઠીક આ ઘટનાના 17 વર્ષ બાદ 2020માં આવેલા નવા વુહાન કોરોના વાયરસ (Corona Virus) ચીન માટે વધુ ખતરનાક સાબિત થઇ રહ્યો છે.
નવી દિલ્હી: આજથી ઠીક 17 વર્ષ પહેલાં ચીનમાં સાર્સ (SARS) નામના જીવલેણ વાયરસથી સંક્રમણ ફેલાયું હતું. જેમાં લગભગ 5,327 ચીની નાગરિક સંક્રમિત થયા હતા. 2003માં ફેલાયેલા તે વાયરસના લીધે ચીનમાં લગભગ 349એ દમ તોડ્યો હતો. પરંતુ હવે ઠીક આ ઘટનાના 17 વર્ષ બાદ 2020માં આવેલા નવા વુહાન કોરોના વાયરસ (Corona Virus) ચીન માટે વધુ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. અત્યાર સુધી ફક્ત ચીનમાં જ લગભગ 7,700 નાગરિક કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. સત્તાવાર આંકડાના અનુસાર પડોશી દેશમાં જ લગભગ 170 લોકો મોતને ભેટ્યા છે.
WHO એ સાર્સ વાયરસને મહામારી જાહેર કરી હતી
સાર્સ પણ ચીનમાંથી પેદા થયેલો એક વાયરસ હતો. આ વાયરસના લીધે આખી દુનિયામાં હજારો લોકો સંક્રમિત થયા હતા. સાર્સ વાયરસના સંક્રમણ અને મોતને જોતાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO એ તેને મહામારી જાહેર કરી હતી. આ વાયરસના લીધે 17 દેશોમાં 774 લોકોના મોત થયા હતા.
આખી દુનિયા કેમ ચિંતિત છે કોરોના વાયરસથી
સંક્રમણના મામલે એક વિશેષજ્ઞનું કહેવું છે કે ચીનમાં જન્મેલા કોરોના વાયરસથી ચિંતિત થવું વ્યાજબી ચેહ. ચીને સાર્સ વાયરસ વિશે પણ આખી દુનિયાને જાણકારી આપી ન હતી. સાર્સ ચીનમાં ફેલાઇ રહ્યો હતો અને નાગરિક સંક્રમિત થઇ મરી રહ્યા હતા. તેમછતાં ચીની અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસેથી સચોટ જાણકારી છુપાવીને તેને એકદમ ઓછા કેસ બતાવ્યા હતા. આ ભૂલના લીધે ખતરાનું યોગ્ય અનુમાન ન લગાવી શકાયું અને 17 દેશોમાં હજારો લોકો સાર્સ વાયરસથી સંક્રમિત થયા. જાણકારી છુપાવવાના લીધે યોગ્ય સમયે સાર્સ સામે લડવાની રસી પણ બનાવી શક્યા ન હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube