નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona virus)ની તબાહીથી બચવા માટે વૈજ્ઞાનિકો દિવસ રાત વેક્સીન પર કામ કરી રહ્યા છે. આવું પ્રથમ વાર છે જ્યારે કોઇ ઇંફેક્શનને લઇને વૈજ્ઞાનિકો ખૂબ ઝડપથી કામ કરી રહ્યા છે. હાલની સ્થિતિમાં જે વેક્સીન કેન્ડિડેટ્સને પ્રભાવી અને સુરક્ષિત ગણાવી રહ્યા છે. તેને લઇને પણ દવા કંપનીઓ અને ડોક્ટર્સ ચેતવણી જાહેર કરી રહ્યા છે. કોવિડ 19 (covid-19)વિરૂદ્ધ કોઇ માણસને વેક્સીનેટ કરાવવું મોટું જોખમી કામ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની વેક્સીન લગાવ્યા પછી એલર્જી અથવા ખતરનાક સાઇડ ઇફેક્ટનો ખતરો વધી શકે છે. ઘણી લીડિંગ વેક્સીન ટ્રાયલ સાથે વોલંટિયર્સ સાથે જોડાયેલા કેટલાક લોકોમાં આ પ્રકારની સૈડ ઇફેક્ટ જોવા મળી ચૂકી છે. કેટલાક કેસમાં તો એકદમ અનોખી સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી છે. આ વેક્સીનેશન પ્રોગ્રામને સફળ બનાવવા માટે આપણે તેની ખામીઓ પર ધ્યાન આપવું પડશે. આપણે તેનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આવો આજે તમને તમારી પોસ્ટ વેક્સીનેશનની કેટલીક એવી સાઇડ ઇફેક્ટ્સ વિશે જણાવીએ જેને લઇને ડોક્ટર્સ પણ વધુ ચિતિંત છે. 


તાવ અથવા ઠંડી લાગવી
મોર્ડનાની વેક્સીન લગાવ્યા પછી એક વોલંટિયરમાં તાવ અને વધુ ઠંડી લાગવાની સાઇડ ઇફેક્ટ સામે આવી હતી. વેક્સીન લગાવ્યાના થોડીવાર પછી આ વ્યક્તિને તાવ 102 ડિગ્રી ટેંપરેચર પર હતો. એટલા માટે વેક્સીન નિર્માતા કંપનીઓએ આ બે સાઇડ ઇફેક્ટ્સ પર વિશેષ ધ્યાન આપવું પડશે. જોકે ઘણીવાર જ્યારે શરીર એંટીબોડી બનાવે છે તો માણસને સામાન્ય તાવ અથવા વધુ તાવ આવી શકે છે. 


માથાનો દુખાવો
વેક્સી લગાવ્યાના થોડીવાર પછી માથાના દુખાવાની સમસ્યા પણ પણ એક એવું લક્ષણ છે, જેના માટે આપણે તૈયાર રહેવું. વેક્સીન લગાવ્યા પછી રોગીને માથાના દુખાવાની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત માનસિક તણાવ, ચિડિયાપણું અને મૂડ સ્વિંગ જેવી મુશ્કેલીઓ પણ ઘેરી શકે છે. કોઇપણ પ્રકારના ઇંફેક્શનમાં 50 ટકા દર્દી વેક્સીન લગાવ્યા પછી પરેશાની સમે ઝઝૂમે છે. 


ઉલટી અથવા ગભરામણ થવી
કોઇ વેક્સીનની અસર માણસના ગેસ્ટ્રોઇંટસટાઇનલ સિસ્ટમ પર પડી શકે છે. એક વોલંટિયર જેને મે મહિનામાં મોર્ડનાના સૌથી વધુ ડોઝ લેવા માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો, વેક્સીન શોટ લગાવ્યા પછી ઘણા કલાકો પછી તેની તબિયત બગડી રહી હતી. આ દરમિયાન વોલંટિયરે ઉલટી, ગભરામણ, અને પેટમાં દુખાવો જેવા લક્ષણ અનુભવ્યા હતા. 


માંસપેશીઓમાં દુખાવો
જે જગ્યા પર દર્દીને વેક્સીનનું ઇંજેક્શન આપવામાં આવે છે, ત્યાં મોટાભાગે માંસપેશીઓમાં દુખાવો અને સોજાની સમસ્યા રહે છે. ઇન્યૂનની પ્રતિક્રિયા પર તે ભાગમાં રેડનેસ અથવા રૈશેઝની સમસ્યા પણ થઇ શકે છે. મોર્ડના, ફાઇઝર, અને ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકા ત્રણેય જ પોતાની વેક્સીનમાં આ પ્રકારની સાઇડ ઇફ્કેટ નોંધાવી ચૂકી છે. 


માઇગ્રેન
માથામાં એક તરફ દુખાવો અથવા માઇગ્રેન પણ એક અનોખી સમસ્યા થઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર ફાઇઝર વેક્સીન ટ્રાયલનો ભાગ રહ્યો એક વોલંટિયરમાં વેક્સીન લગાવ્યા બાદ માઇગ્રેનનો ભારે વધારો જોવા મળ્ય હતો. તે વોલંટિયરે ઘણા લોકોને કહ્યું હતું કે આ વેક્સીન લીધાના એક દિવસ પહેલાં રજા લઇ લો અને ખૂબ આરામ કરો. આ વેક્સીન માણસમાં માઇગ્રેન એટેકને ટ્રિગર કરી શકે છે.